________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૫૩
મોક્ષમાર્ગ પ્રકાશક પ્રવચન ભાગ-૧ [ ] હજુ તો સર્વજ્ઞ કથિત ધર્મ શું છે! તત્ત્વ શું છે! તે સાંભળવાના દ્વાર પણ અજ્ઞાનીએ બંધ
કરી રાખ્યા છે. અજ્ઞાની કહે છે કે– મેં પ્રશંસા સાંભળી, પરંતુ તેણે પોતાની જ્ઞાન પર્યાયને જાણી છે– એ વાત તેને બેસતી નથી. ફૂલ સૂંધ્યું તેમાં તે તરફની પ્રવૃત્તિ કરતો થકો રાગને જાણ્યો છે. તેને પોતાના જ્ઞાન સ્વભાવની ખબર નહીં હોવાથી તે કહે છે કે મેં ફૂલ સ્પ્લે; પરંતુ ખરેખર ફૂલને નથી સૂછ્યું, રાગને નથી સાંભળ્યો; પરંતુ તેને પોતાની જ્ઞાન પર્યાય જે થઈ રહી છે તેમાં પ્રવર્તે છે અને માને છે કે મેં ફૂલને ચૂંથ્ય છે. અજ્ઞાનીના જ્ઞાને તે તરફ પ્રવૃત્તિ કરીને જ્ઞાન કર્યું છે, પરંતુ સ્વસમ્મુખ પ્રવૃત્તિ કરીને જ્ઞાન કરતો નથી. મેં પદાર્થનો સ્પર્શ કર્યો, સ્વાદ ચાખ્યો, એ પ્રકારે પર તરફ પ્રવૃત્તિ કરી રહ્યો છે.
(હિન્દી, પેઈજ નં-૨૧૧) [ રે ] હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું—એમ અંતર્મુખ જ્ઞાનમાંથી પર્યાય આવે છે
અને (પરમાં–પર્યાયમાં) અટકે તો રાગ થાય છે. સ્વને જાણતો થકો રાગને જાણવો જોઈએ તેના બદલે એકલા રાગને જાણતો થકો રાગના સ્વાદને લ્ય છે અને માને છે કે- મેં પરનો સ્વાદ લીધો. અજ્ઞાની માને છે કે મેં નૃત્ય દેખું; પરંતુ ખરેખર તેણે નૃત્ય નથી દેખ્યું. નૃત્ય અને જ્ઞાનની વચ્ચે અત્યંત અભાવ છે. શું જ્ઞાન પર્યાય પોતાનું ક્ષેત્ર છોડીને શેયમાં આવે છે? નહીં. જ્ઞાન પોતાના ગુણથી પ્રગટ થાય છે. અજ્ઞાની તે જ્ઞાન પર્યાયને નહીં દેખતો; હું નૃત્ય દેખું છું એમ માને છે, પરંતુ એ માન્યતા મિથ્યા છે. તેને ખરેખર નૃત્ય નથી દેખાતું, પરંતુ પોતાની સ્વપર પ્રકાશક સ્વભાવવાળી વર્તમાન જ્ઞાનપર્યાય દેખાય છે.
હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું—એવી માન્યતા નહીં હોવાના કારણે; તે એવું માને છે કે...મેં નૃત્ય જોયું તેને ધર્મ નથી થતો. કેમકે તેને જ્ઞાનની સ્થિતિની ખબર નથી. મેં મારી જ્ઞાન પર્યાયને જોઈ છે અને તે અનાદિ અનંત સ્વરૂપનો અંશ છે– એવું ન માનીને; તે એમ માને છે કે મારા જ્ઞાને સ્ત્રી, નૃત્ય, હાથી, ઘોડા દેખ્યા. એવું માનવા છતાં તેણે જ્ઞાનમાં જ્ઞાનને દેખ્યું છે–એ વાત ન રહેતાં અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે.
(હિન્દી, પેઈજ નં-ર૧૨) [ રે ] જ્ઞાનની રૂપર પ્રકાશક પર્યાય નૃત્યની પાસે જતી નથી, તે નૃત્યની સામે જોતી નથી.
નૃત્યની સામે જોવું એટલે શું? પર તો પરમાં પરિણમે છે. હવે પોતાના જ્ઞાનમાં પ્રર્વતી રહેલી પર્યાય પોતાને જાણે છે; એમ ન માનીને હું પરને દેખું છું તે માન્યતા મિથ્યા છે. અજ્ઞાની માને છે કે મેં સ્ત્રી, આંખ, હાથ, ચેષ્ટા આદિને દેખ્યા; પરંતુ ખરેખર તો તેની જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાય ખીલી છે. તે પર્યાય પણ પર પદાર્થ છે એટલે નથી થઈ,