________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૫૧
[ ] અહીં અંદ૨ ૫૨માત્મામાં ઉતારે છે. અંદર તું જો તો ચેતના સર્વસ્વ સ્વભાવ શેય. આહાહા ! એ પર્યાયથી છ દ્રવ્ય જણાણા, એટલાને ન જો ! એ શેયને શાયક સંબંધ વ્યવહા૨થી છે. આત્મા જાણનાર ને ૫૨ જણાય એવો સંબંધ વ્યવહા૨થી પર્યાયની સાથે છે, વસ્તુની સાથે એ સંબંધ છે નહીં. કેમ કે એવી તો અનંતી પર્યાય ૫૨ની અપેક્ષા રાખ્યા વિના પોતામાં અંદર પડેલી છે. ચેતના સર્વસ્વ એવું જે શેય, જ્ઞાનજ્ઞાયકરૂપ સર્વસ્વ એનો તું જાણના૨ છે. (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૨૨) [ ] આહાહા ! ભગવાન આત્માની જે જ્ઞાનની પર્યાય વર્તે છે એ ૫૨સન્મુખ જાણવામાં રોકાણી છે, છોડી દે– ( એની સન્મુખતા ) આહાહા ! એ જ્ઞાનની પર્યાયને સ્વજ્ઞેયમાં લાવ ! ત્યારે એને આત્મા જેવડો છો પૂર્ણ એવડો જ્ઞાનમાં શેયપણે જણાય એ જ્ઞાનને સમ્યગ્વાન કહીએ, એ જ્ઞાનને સમ્યગ્દર્શન કહીએ અને એ જ્ઞાનમાં ઠરવું એને ચારિત્ર કહીએ. (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં. -૨૨૭) [] અહીં તો શેય-જ્ઞાયકનો વ્યવહાર સંબંધ પણ છોડાવે છે. ઝીણી વાત છે ભાઈ! જાણક સ્વભાવ એવો ભગવાન આત્મા તે શાયક એ જ્ઞાયક-જાણવાવાળો અને છદ્રવ્ય જ્ઞાનમાં શેય–એમ નથી. ( છ દ્રવ્યમાં ) અનંત કેવળી અને સિદ્ધો પણ આવ્યા. અહાહા ! કહે છે કે–જુઓ, જીવ વસ્તુ જ્ઞાયક અને પુદ્ગલથી માંડીને –એક પરમાણુંથી માંડીને અચેતન–મહાસ્કંધ–કર્મ આદિ જ્ઞેય–એમ નથી. અહીં તો આત્મા જ્ઞાયક છે અને વ્યવહા૨ રત્નત્રયનો રાગ ઉત્પન્ન થાય તે જ્ઞેય અને આત્મા શાયક–એમ છે જ નહીં. ( સમયસાર ) બારમી ગાથામાં કહ્યું કે– ( રાગ ) જાણેલો પ્રયોજનવાન છે. ત્યાં તે તો જાણે છે પોતાની જ્ઞાન પર્યાયને, તે પર્યાય પોતાનું શેય છે. રાગ–જ્ઞેય એ તો વ્યવહા૨થી કહેવામાં આવ્યું છે. આહા ! બહું ઝીણું ! (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં. -૨૨૮)
છેલ્લા શ્લોકમાં તો એકદમ ભારે અને આકરી વાતું છે. જ્ઞાનની પર્યાય આત્મા અર્થાત્ જ્ઞાયક અને છ દ્રવ્ય કેવળજ્ઞાનમાં શેય છે કે નહીં ? ( વ્યવહા૨થી ) એ વ્યવહાર છે એનો અર્થ શું ? કે એમ છે નહીં. ભગવાન લોકાલોકને જાણે છે– એમ છે નહીં, – એમ કહે છે. ત્યા૨ે શું ? લોકાલોકને જાણતા નથી ? આહાહા ! પોતાની જ્ઞાન પર્યાયમાં, લોકાલોકનું જ્ઞાન પોતાના કારણથી થયું છે એ પર્યાય પોતાનું શેય છે, લોકાલોક શેય નથી. (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં. -૨૨૯) [] જાણપણારૂપ શક્તિમારી, જાણવાયોગ્ય શક્તિ પણ મારી. મારી પર્યાયના જ્ઞાનનું શેય હું બનું છું. મારી પર્યાય જ્ઞેય, હું જ્ઞાન અને એવી બે શક્તિમયી જ્ઞાતા, શાતા અનંત શક્તિએ બિરાજમાન છે. જાણનશક્તિ એક, શેય શક્તિ અર્થાત્ પ્રમેય શક્તિ એક અંદર છે કેમકે દ્રવ્ય-ગુણ-પર્યાય (ત્રણેય )માં પ્રમેયશક્તિનું વ્યાપકપણું છે. તો એ પ્રમેય નામ શેયરૂપ પર્યાય પણ હું અને અનંત શક્તિસંપન્ન જ્ઞાતા પણ હું, આવી શક્તિમયી જ્ઞાતા, ભાઈ ! તારે ૫૨ સામું જોવાનું નથી. બહુ સરસ વાત છે. આ તો વીતરાગની વાણી છે.
[ ]
....