________________
૨૫૦.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આખો સર્વસ્વ રહી જાય છે. અર્થાત જોયપણે આખો રહી જાય છે અને જ્ઞાનમાં પણ આખો રહી જાય છે. આખું સ્વરૂપ જ્ઞાનમાત્ર ચૈતન્ય છે. સમજાણું કાંઈ?
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૯-૨૦૦) [ ] જ્ઞાનનો એકસમયનો પર્યાય, કેવડો મોટો કે જેમાં છ દ્રવ્ય જણાઈ જાય એવડો મોટો
તો હું ખરો કે નહીં? છ દ્રવ્યમાં ક્યું શાસ્ત્રનું બાકી રહી ગ્યું ? કેવળજ્ઞાનીઓ બાર અંગના ભણનારા પણ એની જ્ઞાનની પર્યાયમાં આવી ગયા છે. આહાહા! મનઃ પર્યયજ્ઞાનીઓ, કેવળજ્ઞાનીઓ, ચૌદપૂર્વના ધરનાર, બાર અંગના ધરનાર, અલ્પજ્ઞતા ધરનાર ને શક્તિરૂપે ગુણના પૂરણ ધરનાર બધાં દ્રવ્યો જ્ઞાનની એક સમયની પર્યાયમાં આટલું આવ્યું છતાં, એટલા શેયમાત્ર હું નહીં હોં ! ઈ પરથી તો ભિન્ન છે જ. પણ પર્યાય જેટલોય હું નહીં, એમ અહીંયાં તો સિદ્ધ કરવું છે. આંહીયા તો આવી એક સમયની પર્યાય, જેટલું શેય નહીં ને એટલું જ્ઞાને નહીં. આખા દ્રવ્યનું જ્ઞાન ને દ્રવ્યનું આખું શેય રહી જાય છે એમ કહે છે. આખો ભગવાન પૂર્ણ અખંડાનંદ પ્રભુ જે શેયરૂપ છે અને જે જ્ઞાનરૂપ છે એ આખું દ્રવ્ય જ્ઞાનની પર્યાયમાં (શેયપણે) ન આવે અને એક જ પર્યાયનો અંશ જ શેય તરીકે જણાય ને મનાય અને એટલો જ્ઞાનમાત્ર આત્મા માને, એણે આત્મા જાણ્યો જ નથી, એની પર્યાયબુદ્ધિ, મૂઢ મિથ્થાબુદ્ધિ છે.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૦૨) [ ] કહે છે: ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો
મારાં શેય એમ તો નથી હોં? તો કેમ છે? આમ છે – “જ્ઞાનàયજ્ઞાતૃમદુરસ્તુમાત્ર: જ્ઞેય:” આહાહા ! જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ અને શેય (અર્થાત્ ) જણાવાયોગ્ય શક્તિ” પોતાની હોં પોતાનું પ્રમેય દ્રવ્ય, ગુણ ને પર્યાયમાં વ્યાપેલું છે, શેયશક્તિ છે તે આખું દ્રવ્ય, આખું ગુણ ને પર્યાય ત્રણેય થઈને એક શેય છે. છ દ્રવ્યને જાણે તેવો એક સમયનો પર્યાય તે સ્વય નથી. સમજાણું કાંઈ ?
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૦૫) [ ] ગજબ વાત છે ને ! ક્યાં લાવીને મૂકયા છે. પરશેયથી ઊઠાવી લીધો, પોતાના જ્ઞાનની
પર્યાયમાં એટલું જણાય-એટલું શેય ત્યાંથી ઊઠાવી દીધો, ઊઠી જા ત્યાંથી. અને જ્ઞાન પર્યાયમાં આટલું બધું તું તારી જ્ઞાન પર્યાયથી જાણ્યું એટલા જ્ઞાનમાત્ર તું છો? ઊઠી જા ત્યાંથી.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં. ૨૦૮) [ ] પરણેયનું જ્ઞાન એની વાત તો અહીંયા છે જ નહીં. હું એક જ્ઞાયક ને હું શેય-એ
કથનમાત્રની વ્યવહારની પદ્ધતિ છે. બાકી તો જ્ઞાનેય હું, જ્ઞાતાય હું અને શેય પણ હું; એવો એક હું છું. એવા સ્વભાવ માત્રની દૃષ્ટિ કરવી તેને સમ્યગ્દર્શન અને ધર્મની ઉત્પત્તિ કહે છે. આહાહા ! ભેદ કાઢી નાખ્યા ! સમજાણું !?
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૨૦૯)