________________
૨૪૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સમયની પર્યાયમાં એટલું જ્ઞાન તો આવી જાય છે, હું એટલો નથી. હું તો એ પર્યાય સહિત આખું દ્રવ્ય, ગુણ ને પર્યાયનો પિંડ તે મારું શેય છે.....
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૨) [ s ] એની એક સમયની પર્યાયમાં બહિર્મુખે લોકાલોક જણાય એટલુંય મારું જ્ઞાન નહીં ને
એટલો ઈ મારો શેય નહીં– એમ કહે છે. અહીંયાં શું કહે છે? આ જગત ચૌદ બ્રહ્માંડ છે.. અનંત ખાલી ભાગ છે. ખાલી.. ખાલી... ખાલી.... ખાલી....... અનંત... અનંત એ મારા શેય અને હું એને જ્ઞાનની અવસ્થામાં જાણું એટલું એ શેય નહીં અને એને જાણવાવાળો પર્યાય એટલું જ્ઞાનેય નહીં. હું તો મારા અનંતગુણનો પિંડ આખો જ્ઞાયક તેને હું શેય તરીકે જ્ઞાનમાં જાણું છું. હું જ્ઞાયક, (હું જ્ઞાન, હું શેય) તેવા ત્રણ પ્રકારના ભેદ પણ મારી ચીજમાં નથી. એવી વસ્તુની અનુભૂતિ થવી એનું નામ સમ્યગ્દર્શન, એનું નામ આત્માનો સાક્ષાત્કાર અને એનું નામ મુક્તિનો ઉપાય છે.
ભગવાન આત્મા અનંત-અનંતગુણમયી છે. જેના એક જ્ઞાનગુણમાં અનંત કેવળજ્ઞાન સમાઈ ગયા છે. એક સયમમાં લોકાલોકને જાણે; આવું તો મતિ-શ્રુતજ્ઞાનમાંય જણાય છે ને કેવળમાંય જણાય છે. એવી એવી તો અનંતી પર્યાય જેના એક ગુણમાં સમાઈ જાય છે, એવા એવા અનંતગુણનું એકરૂપ તે મારું શેય અને તેને જાણનારું તે
મારું જ્ઞાન અને આખો જ્ઞાયક તે હું એક છું. (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૪) [] એમ કહે છે કે -આ લાકડું નથી જણાતું. લાકડું (સામે છે) ત્યારે લાકડું નથી જણાતું
પણ જ્ઞાનનો પર્યાય એ પણે પરિણમ્યો છે તે જણાય છે. છતાં એ શેય છે, અને તેટલું જ મારું શેય છે એમ નથી. આ લાકડાનો દાખલો આપ્યો તેમ લોકાલોકનું સમજવું. જણાવા યોગ્ય લોકાલોક જેટલું મારું શેય નથી. મારું શેય તો અનંતગુણનો પિંડ આખો જ્ઞાયક અર્થાત્ દ્રવ્યગુણપર્યાય તે મારું શેય છે.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૪) [ ] ... મહા ચૈતન્ય સાગર ભગવાન આત્મા છે તે અનંત ગુણનો સાગર છે. એ ચૈતન્ય
રત્નાકરના એક ગુણમાં આખા લોકાલોકને જાણે એવી અનંતી પર્યાયો તો એક જ્ઞાન ગુણમાં પડી છે. એવા અનંતગુણનો (સાગર) ભગવાન આત્મા તે મારું શેય છે, લોકાલોક એ શેય નહીં–એમ કહે છે. એને જાણવું એ તો મારું જ્ઞાન છે અને એ બધું થઈને આખો જ્ઞાયક છું.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૯૫) [ ] .... જ્ઞાનની અવસ્થામાં છ દ્રવ્ય જણાય એવું જે એક સમયની પર્યાયનું શેયપણું તે ખરું
શેય નહીં. છ દ્રવ્ય તો શેય નહીં, પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય જણાય એ પર્યાય જેટલો હું શેય નહીં અને એટલું જ્ઞાન નહીં. પોતાનો શેય પોતે; પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ જેમાં નહીં. મારી પર્યાયમાં પરશેય જણાય તેટલો હું નહીં, પણ હું આખી ચીજ સ્વફ્લેય એનો જાણનાર (જ્ઞાન) અને જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી. (ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં. -૧૯૭)