________________
૨૪૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ઉ] પરિણમ્ય પરિણામકત્વ (શક્તિ) આવે છે ને! પ્રભુ આત્મા કેવો છે? એક ગુણ
અંદરમાં એવો છે કે – જે શેયો છે તેને જાણવાનો સ્વભાવ છે. પછી તે પરમેષ્ઠી હો કે પછી તે રાગ હો કે સિદ્ધ હો ! એ પણ જ્ઞાનમાં જણાય જાણવા લાયક છે એ મારું સ્વરૂપ છે. એ જ્ઞાનીને જ્ઞાનમાં જણાય એવું સ્વરૂપ છે. પરના સ્વરૂપને અર્થાત્ જોયાકારને હું જાણું છું એવો મારો સ્વભાવ છે. અને મારા જ્ઞાનાકાર પરના જ્ઞાનમાં પ્રમેય થઈને જણાય એવો મારો સ્વભાવ છે.
(પેઈજ નં.- ૩૮૩, ૪૮૪)
(સામાન્ય કરતાં વિશેષ બળવાન) કોઈ જ્ઞાનીને ધારણા ભલે ઓછી હોય પણ એને પ્રયોજનભૂત જ્ઞાન તો બરોબર હોય છે તેથી તેને વિરોધતા ન આવે. કદાચ ! વિશેષ સ્પષ્ટીકરણ ન કરી શકે; તો પણ તેને સ્વભાવની અપેક્ષા અને પરની ઉપેક્ષા હોવાથી સમયે સમયે જ્ઞાનની વિશેષ નિર્મળતા થતી જાય છે;–“તે સામાન્ય કરતાં વિશેષ બળવાન છે” એમ સમજવું.
(દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વર પર્યાય દેષ્ટિ જિનેશ્વર)
શ્રોતા- જ્ઞાન સ્વરૂપ આત્મા તો નિરંતર છે ને?
ઉત્તર- હા, આત્મા તો છે પણ કોને? કે જે સેવે છે તેને માટે આત્મા છે. જ્ઞાનની સેવા કરે છે તેને માટે આત્મા છે. રાગને સેવે છે તેને આત્માનો અનુભવ નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા નિરંતર હોવા છતાં જેને તેની દૃષ્ટિ નથી, દશા બદલાણી નથી તેને આત્માની ઉપલબ્ધિ એક સમયમાત્ર પણ નથી. પોતાની દશામાં જ્ઞાનની અનુભૂતિ થાય તેમાં આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે તેને આત્માની ઉપલબ્ધિ છે. માત્ર વાતોથી કાંઈ આત્માની ઉપલબ્ધિ નથી.
(નાટક સમયસાર પ્રવચન ભાગ-૧, પેઈજ -૨૧૬)