________________
૨૪૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ઉ] અહીં કહે છે કે - “બધું આત્મામાં નિખાત (પ્રવિષ્ટ) થઈ ગયું, સર્વ શેયનું જ્ઞાન થયું
તો શેય જ જાણે જ્ઞાનમાં આવી ગયા. “આ પ્રકારે પ્રતિભાસિત થાય છે? જુઓ! પર્યાયમાં પોતાની પર્યાય પ્રતિભાસિત થાય છે તો એ બધા અંદર આવી ગયા (તેમ ) જ્ઞાત થાય છે.
(પેઈજ નં.-૪૨૨) [ ક ] “આત્મા જ્ઞાનમય હોવાથી તે પોતાનો અનુભવ કરે છે-જાણે છે... અને પોતાને
જાણતાં સમસ્ત શેય એમ જ્ઞાત થાય છે કે – જાણે તે જ્ઞાનમાં સ્થિત જ હોય.” આહાહા ! પ્રતિભાસમાં પોતે જ પ્રતિભાસીત થયો, અર્થાત્ પોતાની જ્ઞાન પર્યાય જાણે અને જ્ઞાન જાણવામાં આવ્યું. પર્યાય જાણે અને પર્યાય જાણવામાં આવી. એમાં સંપ્રદાયની પર્યાય આવી તેથી પર્યાય લેવાવાળો પણ એ અને દેવાવાળો પણ એ. શેયનું જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાય પોતામાં રાખી અને પોતાને જ આપી તે સંપ્રદાન; પર્યાયમાં ષટ્કારક છે ને! કેવળજ્ઞાન પત્કારકરૂપ પરિણમે છે હોં!! કેવળજ્ઞાન કર્તા, કેવળજ્ઞાન કર્મ-કાર્ય, કેવળજ્ઞાન કરણ, કેવલજ્ઞાન સંપ્રદાન, કેવળજ્ઞાન અપાદાન, કેવળજ્ઞાન કેવળજ્ઞાનથી થયું અને કેવળજ્ઞાન અધિકરણ -જ્ઞાનનો આધાર જ્ઞાન છે. આહાહા ! બહુ સૂક્ષ્મ બાપુ!
તેવી રીતે જે શ્રુતજ્ઞાન થયું તે પણ પોતાના) ષકારકથી થયું. અહીં પરનું જ્ઞાન થયું તે પર્યાય (પોતાના) ષટ્કારકથી પરિણમિત થાય છે. ભગવાન આત્મા! જ્યાં જાણવામાં આવ્યો તો કહે છે કે – તેનો જાણવાનો પૂર્ણ સ્વભાવ સાથે આવી ગયો... તેને ભિન્ન કરવો અશક્ય વસ્તુ છે. પ્રતિભાસ અને પ્રતિભાસમયી પર્યાય જ પોતાની છે. પ્રતિભાસ તેનો થયો એમ નથી (પરંતુ) પ્રતિભાસ અહીં (જ્ઞાનમાં) થયો.
(પેઈજ નં.-૪૨૩) પ્રવચન સુધા ભાગ- ૩ [ ] »જે ઇન્દ્રિયાદિ અન્ય સામગ્રી શોઘતું નથી અને જે અનંત શક્તિના સભાવને લીધે
અનંતતાને (બેહુદપણાને) પામ્યું છે એવા તે પ્રત્યક્ષ જ્ઞાનને – જેમ દાહ્યાકારો દહનને અતિક્રમતા નથી તેમ જોયાકારો જ્ઞાનને નહીં અતિક્રમતા હોવાથી – યથોક્ત પ્રભાવને અનુભવતું ( ઉપર્યુક્ત પદાર્થોને જાણતું ) કોણ રોકી શકે? ( અર્થાત્ કોઈ ન રોકી શકે.) આથી તે ( અતીન્દ્રિય જ્ઞાન ) ઉપાદેય છે.
(પેઈજ નં.- ૨૦) [ ] “જેમ દાહ્યાકારો દહનને અતિક્રમતા નથી તેમ જોયાકારો જ્ઞાનને નહીં અતિક્રમતા
હોવાથી” – શેયાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી. એક એક પર્યાયમાં અનંતી ષટગુણી હાનિવૃદ્ધિ એવી અનંતી પર્યાયમાં (ષષ્ણુણ હાનિવૃદ્ધિ ) !એક પ્રગટ (પર્યાયમાં) હોં! એ બધા યોને જ્ઞાન ઓળંગતું નથી. એ શેયપણું છે એ જ્ઞાનને ઓળંગતું નથી. જ્ઞાન તેને જાણી લ્ય છે અને શેય છે એ ( જ્ઞાનમાં) જ્ઞાનાકાર થઈ જણાય જાય છે.
(પેઈજ નં.- ૩૧ )