________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૪૩
જણાય છે એવો જે જ્ઞાન સ્વભાવ તે અનંત વિશેષોમાં વ્યાપનારું છે. એ જ્ઞાનનો
સામાન્ય પર્યાય છે એમાં અનંત વિશેષ એટલે જગતના જેટલા પ્રકાર છે એ બધાને પોતાની વિશેષ પર્યાયને જાણે છે. એ વિશેષ એનું સ્વરૂપ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ એનું એ સ્વરૂપ છે કે –જેમાં ત્રણકાળ ત્રણલોકના અનંતા દ્રવ્ય, ગુણ, પર્યાયો આવી જાય છે......
‘જ્ઞાન દરેક આત્મામાં વર્તતું ( રહેલું ) પ્રતિભાસમય મહાસામાન્ય છે.” હવે એના વિશેષોમાં વ્યાપનારું છે. (અર્થાત્ ) એ જ્ઞાન જગતના અનંતા પદાર્થોને પોતાની વિશેષ પર્યાયમાં જાણે, એવું વિશેષપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. (પેઈજ ન - ૪૦૦)
[ ] હવે અહીં તો પર્યાયમાં પૂર્ણ છે એ બતાવવું છે. એવું જ એની પર્યાયમાં વિશેષમાં ( સ્વરૂપ છે ). આહા... હા ! એક બાજુ એક જ જ્ઞાનની પર્યાય લ્યો અને એક બાજુ આખો આત્મા ને ગુણ ને લોકાલોક લ્યો તો એક જ પર્યાયમાં બધું આવી જાય છે. (પેઈજ નં. - ૪૦૧ ) [ ] “નોળાનો વિપત્તિજ્ઞાનું વ્યાપ્તિજ્ઞાનપેળ છદ્મસ્થાનામપિ વિધર્ત” એવું જ્ઞાન છે, તે પૂર્ણ જ્ઞાન છે, એમ અંદરમાં અનુમાનથી આત્મામાં વ્યાસિ થઈ જાય છે ખ્યાલમાં આવી જાય છે. તે ભલે પ્રત્યક્ષ ન હોય પરંતુ પરોક્ષરૂપથી પોતાનું જ્ઞાન જાણી લ્યે છે. શુદ્ધ-ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લઈને જે સમ્યગ્ગાન -ભાવશ્રુતજ્ઞાન થયું તે ભાવશ્રુતમાં પણ ( આ ખ્યાલમાં આવી જાય છે કે ) હું પરોક્ષરૂપથી એટલું જાણું છું તો પ્રત્યક્ષ જાણવાવાળો પણ છે. આ પ્રકારે પ્રત્યક્ષ જાણવાવાળો છે એવું પરોક્ષજ્ઞાનમાં ( જાણવામાં ) આવી ગયું.
એક સમયમાં ત્રણકાળ–ત્રણલોકને જાણે એવી એક પર્યાયની તાકાત છે! આત્માનું ધ્યાન કરીને જે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પરંતુ એટલું જ્ઞાન નીચે (છદ્મસ્થદશામાં ) નથી તો તે પોતાના આત્માનું ધ્યાન કરીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય ? કેમ કે આપ તો એમ કહો છો કે– સર્વને જાણે તે આત્મા ! સર્વને જાણવું એ નીચેની દશા નથી તો શું આત્મા નથી ? અને આત્મા નથી તો તે આત્માનું ધ્યાન કેવી રીતે કરે ? છદ્મસ્થને પણ શ્રુતજ્ઞાનમાં લોકાલોકને જાણું છું એવું પરોક્ષરૂપથી છે, પરોક્ષ જ્ઞાનમાં આત્માને જાણે છે.
(પેઈજ નં. - ૪૧૪)
શાતા
[ ] “શાતા અને શેયનું વસ્તુરૂપથી અન્યત્વ હોવા છતાં પણ પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન થવાના કા૨ણે” ... નામ જાણવાવાળો ભગવાન અને શેય અન્ય (પદાર્થ ), એવું અન્યત્વ હોવા છતાં પણ પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાન અર્થાત્ જાણવા લાયક અને જાણ્યું એ બધું પોતાની પર્યાયમાં થયું. શેયનું જ્ઞાન થયું તેનું જ્ઞાનની સાથે મિલન થયું. તેમાં શેયનું જે જ્ઞાન છે તે જ્ઞાન અને પોતાનું જ્ઞાન તે બધું એક થયું તેમાંથી અન્યનું જ્ઞાન કાઢી નાખે એવી એ ચીજ છે નહીં.