________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૪૧
ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે તે રૂપે-પરિણમે છે. બધાંને જાણવાપણે પરિણમે છે એ ચૈતન્યના પોતાનારૂપે પરિણમે છે.
‘નિમિત્ત’ કીધું ને ? પણ અહીં ઉપાદાન તો ષટ્કા૨કપણે પરિણમેલું શ્રુતજ્ઞાન પર્યાય પૂર્ણ છે. બધા શેયોને જાણવાનું જ્ઞાન અહીં પૂર્ણ છે. ભલે અહીં પરોક્ષ છે, કેવળીને પ્રત્યક્ષ છે, પણ છે તો પૂર્ણ ! તેથી કહ્યું ને કે કેવળજ્ઞાની ભગવાન કેવળજ્ઞાનથી આત્માના પૂર્ણ સ્વરૂપને જાણે છે માટે તે કેવળી છે. અને અમે પણ શ્રુતજ્ઞાન દ્વારા આત્માને જાણીએ છીએ, માટે અમે પણ શ્રુતકેવળી છીએ. આહા... ! ગજબ વાત છે ! ભાઈ ! આ પધ્ધતિ સાંભળવી કઠણ પડે એવી છે!
કહે છે કે- કેવળજ્ઞાની ૫૨માત્મા લોકાલોકને જાણે છે માટે કેવળી છે- એમ નહીં. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે તેને પોતે જાણે છે માટે તેને કેવળી કહીએ છીએ. ભલે એને આખું- પૂર્ણ લોકાલોક જ્ઞાનમાં આવતું હોય પણ છતાં આત્માને જાણે છે માટે તે કેવળી કહેવાય છે. કેમકે લોકાલોકને જાણવું એવી જે પર્યાય, એવી અનંતી પર્યાયોનો પિંડ જ્ઞાનગુણ છે, એવા જ્ઞાનગુણના ધરનાર આત્માને અમે જાણીએ છીએ... અને ભગવાન પણ એને જાણતા હતા. એ વાત પહેલા આવી ગઈ છે મુનિઓ ! પંચમ આરાના સંત કહે છે કે અમે શ્રુતકેવળી છીએ !! કેમ કે ( તેમણે ) કેવળ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ જાણ્યો, તેની પર્યાયમાં પૂર્ણ જાણવું એવો તેનો સ્વભાવ છે. એવી– એવી અનંતી પર્યાયનો પિંડ તો દ્રવ્ય છે. એવા દ્રવ્યને અમે શ્રુતથી જાણ્યું... ! માટે અમે પણ શ્રુતકેવળી છીએ. શ્રુતથી જાણનારા આત્માને કેવળ જાણ્યો માટે શ્રુતકેવળી છીએ. કેવળીએ પણ આત્માને જાણ્યો માટે કેવળી છે.
તેમ ભગવાન આત્મા ! કેવળજ્ઞાનપણે જે પર્યાય થાય છે, એ લોકાલોક શેય છે– નિમિત્ત છે, માટે અહીં કેવળજ્ઞાન થાય છે; એવી એને અપેક્ષા નથી. એ કેવળજ્ઞાનની પર્યાય ષટ્કા૨કપણે પોતે પરિણમે છે. એનો હેતુ એટલો કે – જ્ઞાનની પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર છે- એટલું, પણ એ દ્રવ્ય ઉ૫૨ લક્ષ પોતે સ્વતંત્ર કરે છે.
અહીંયા કહે છે કે – એવા સમસ્ત શેયપણે પરિણમેલું જે જ્ઞાન તે જો ન હોય તો તે જ્ઞાન જ નથી, આ.. હા.. હા ! એકવાર આપણે (૪૨ ગાથામાં ) આવી ગયું છેક્ષાયિક જ્ઞાન નથી. ક્રમે ક્રમે જાણે તે ક્ષાયિક જ્ઞાન તો નથી પણ જ્ઞાન જ નથી. ત્યાં એવા બે અર્થ લીધા છે. જે જ્ઞાન પોતાથી પરિણમતું પરિણમે નહીં અને ૫૨ની અપેક્ષા રાખીને પરિણમે તો તે જ્ઞાન જ નથી. જુઓ ! ૪૨ ગાથામાં છે –
તે જ્ઞાનરૂપ પરિણમન પોતાથી, પોતામાં, (૫૨) શેયની અપેક્ષા વિના થાય છે. દ્રવ્યનો સ્વભાવ સ્વપ૨ પ્રકાશકપણે પરિણમવાનો હોવાથી પોતે પરિણમે છે તેને અહીં ‘જ્ઞાન ’ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આ તો પ્રવચનસાર છે ! આ જ્ઞાન અધિકા૨માં જ્ઞાનપ્રધાન કથન છે. ઝીણું બહુ બાપુ !
અહીંયા તો પ્રભુ એમ કહે છે કે- બળવા લાયક દાહ્યને બાળતી અગ્નિ પોતે પોતારૂપે પરિણમે છે તે અગ્નિ છે. પણ દાહ્યાકારરૂપે અગ્નિ પરિણમેલી નથી. તે