________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૩૯ ત્યાં ૪૭ શક્તિમાં તો એ લીધું ભાઈ ! સર્વજ્ઞ શક્તિ! સર્વને જાણવું એટલે કે એ આત્મજ્ઞાન છે- આત્મજ્ઞ છે. સર્વને જાણ્યું માટે સર્વ પર આવ્યા એમ નહીં! એ જે સર્વજ્ઞ છે તે આત્મજ્ઞ છે. એ પર્યાય આત્માની છે. સર્વજ્ઞ સર્વદર્શિ શક્તિ છે ને!
એ અહીં કહે છે કે – અગ્નિ જેમ દાહ્યાકાર પર્યાયે પરિણમેલું દહન તે અગ્નિનું સ્વરૂપ છે, એવા પોતારૂપે પરિણમે છે. એ પોતારૂપે પરિણમ્યો છે... તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા...' જેમ સમસ્ત બળવા યોગ્યને બાળતો અગ્નિ અગ્નિરૂપ છે. “.. તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (-આત્મા) સમસ્ત શેય હેતુક...”- અર્થાત્ બધા જોયો જેમાં નિમિત્ત છે, એવો સમસ્ત શેયાકારે પરિણમેલો પર્યાય, સમસ્ત શેયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે..” સકળ એટલે આખું, પરિપૂર્ણ. તે આત્મારૂપે થયો થકો પરિણમે છે. “.. એવા પોતારૂપે- જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે તે- રૂપે પરિણમે છે. -' એ તો પોતે પોતારૂપે સ્વાનુભવપણે પરિણમ્યો એમ કહે છે. જેમ દાહ્યાકાર બળવા લાયક જે વસ્તુ છે તે રૂપે અગ્નિ થઈ છે. એમ જાણવા લાયક વસ્તુ છે તે જ્ઞાનાકારરૂપે જ્ઞાન પોતે થયું છે.
પોતારૂપે- જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે તે- રૂપે- પરિણમે છે.” આ.. હા હા ! બળવા લાયક પદાર્થોને બાળતો અગ્નિ, અગ્નિરૂપ છે, એમ શેયાકાર (-શેયો જેમાં )-જ્ઞાનાકારમાં નિમિત્ત છે, એવું શેયાકારરૂપે પરિણમતું જ્ઞાન તે આત્માજ્ઞાન છે, તે ચેતન છે, આ.... હા.. હા! તે જ્ઞાતા ભિન્ન છે અને તે શેય ભિન્ન છે.
શું કહે છે? જુઓ! આ જગતની અંદર છ દ્રવ્ય છે. છ દ્રવ્ય! અને એના અનંતાગુણો! અને એની ત્રણકાળની પર્યાયો ! એ બધાં શેય છે. આ આત્મામાં, છ દ્રવ્ય જે ભિન્ન છે અને તેના ગુણો અને તેની ત્રિકાળ પર્યાયો છે તે બધો સમુદાય શેય છે. અને તે શેયનું જાણનાર આ જ્ઞાન છે. એ જ્ઞાનમાં, જે ત્રિકાળી દ્રવ્ય, ગુણ, પર્યાયના શેયાકારો છે- તે શેયાકાર જેમાં હેતુ છે, એવું જ્ઞાનાકારે પરિણમવું એ જીવનો-આત્માનો સ્વભાવ છે.).
આ.... હા... હા! અહીંયા તો કેવળજ્ઞાનની વાત ચાલે છે પણ શ્રુતજ્ઞાનમાં પણ એમ છે! સરવાળો તો ત્યાં લઈ જવો છે ને! જ્યારે આ જગતના બધા પદાર્થો, કેવળીઓ, સિદ્ધો, ગુરુ, દેવ, શાસ્ત્રો... એ બધો શેય સમુદાય છે! એમાં કોઈ મારો છે, એવો કોઈ શેયમાં સ્વભાવ નથી, આહા.. હા! તેમ જ્ઞાનમાં તે શેય જણાય છે, જેના જ્ઞાનના પરિણમનમાં શેયાકાર એવા જીવો અને બીજું) દ્રવ્યો આદિ છે એ નિમિત્ત છે. જ્ઞાનનું પરિણમન પોતાથી છે. આ... હા.. હા ! એ જોયાકારપણે જ્ઞાનાકાર થાય છે એ તો શેયોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. માટે તે શેયાકારરૂપ જ્ઞાન પરિણમે છે. એ શેયાકારરૂપ જ્ઞાન પરિણમે છે. એ શેયાકાર નથી, ખરેખર જ્ઞાનાકાર છે.
બીજી રીતે કહીએ તો- ભાવશ્રુતજ્ઞાન જે છે તેમાં એ વ્યવહારે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામથી માંડીને (બાકીના બધાં દ્રવ્યો) શેય સમુદાય છે. ભગવાન આત્મા ! પોતાના સ્વભાવના લક્ષે પોતાના જ્ઞાન - ભાવ શ્રુતજ્ઞાનપણે જે પરિણમે છે