________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૩૭
ભગવાન શાતા આત્મા, તે ૫૨શેયને અર્થે પરિણમે તો સ્વજ્ઞેયને અર્થે પરિણમવાનું તેનું રહી ગયું– એ જ્ઞાનને મિથ્યા કહે છે.
આહા ! જાણનારો જણાય છે તે તો જ્ઞાનનું પરિણમન છે. જાણનારો બીજાને જાણવા જાય એમાં એને રાગ થાય- તો તે જ્ઞાન નથી.
ભગવાન જિનેન્દ્રદેવ સર્વજ્ઞ ૫રમેશ્વર ત્રિલોકનાથે એમ કહ્યું છે કે- જે કોઈ અમારી સામું જોશે, તેને માટે અમે ૫૨શેય છીએ માટે તને રાગ થશે. ૫દ્રવ્ય અનુસારી રાગ થશે અને સ્વદ્રવ્ય અનુસા૨ી વીતરાગતા થશે. જો રાગરૂપે પરિણમ્યો તો શેયાર્થ પરિણમ્યો તો તારું શેય રહી ગયું, સ્વજ્ઞેય રહી ગયું.
એકલો ૫૨૫દાર્થને ચિંતવવામાં રોકાઈ ગયો એને રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાન જ નથી– એમ જિનેન્દ્ર દેવોએ કહ્યું છે. પોતાના સ્વભાવનું આશ્રયપણું છોડીને, ૫૨ પદાર્થનો આશ્રય લઈને જે રાગ થાય, તે એક એક ૫૨ને જાણતાં... જાણતાં... જાણતાં એ પૂર્ણ નહીં જાણી શકે. અને એક–એકને જાણવા રોકાતાં તે રાગથી સર્વજ્ઞપદ પણ નહીં થાય. જે રાગથી ભિન્ન પડી અને સ્વસંવેદન જ્ઞાન ક૨શે તેને સર્વજ્ઞપણું પ્રાપ્ત થશે.
સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા ક૨વું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે; શેય પદાર્થોમાં અટકવું તે જ્ઞાનનું સ્વરૂપ નથી. ’ મૂળ તો આ વાત છે. પોતાને જાણવાનું છોડી દઈને ૫૨ને જાણવામાં રોકાઈ રહેવું... તેમના સન્મુખ વૃત્તિ થવી..., એટલે ૫૨ સન્મુખ એ જ્ઞાનનું સ્વરૂપ નથી.
૫૨શેયોમાં ભગવાન પણ ૫૨ છે, ગુરુ પણ પર છે ! ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય ૫૨ છે. સ્ત્રી આદિનો જીવ પણ ૫૨ છે. એ ૫૨માં જાણવામાં અટકવું, તેમના સન્મુખ વૃત્તિ થવી– તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આહા ! આવી વાત છે! ૫૨માં જાણવામાં રોકાવું તે મિથ્યાત્વ અજ્ઞાન છે. મિથ્યાત્વમાં અનંતાભવ કરવાની તાકાત છે. ભગવાન આત્માનું જ્ઞાન થતાં અનંતુ... અનંતુ સર્વજ્ઞનું જ્ઞાન અને શાંતિ પ્રગટે એવી એનામાં તાકાત છે. ( ગાથા-૪૨, પેઈજ નં. ૨૮૯ થી ૨૯૯ )
[ ] ભગવાન આત્મા ! નિર્મળાનંદ, સત્ ચિદાનંદ પ્રભુ છે. શુદ્ધ આનંદ કંદ સત્ ચિદાનંદ આત્મા ! એની શુદ્ધતામાં પર્યાયની કોઈ અશુદ્ધતા છે નહીં. છતાં એની પર્યાયમાં અશુદ્ધતા છે એ પોતાને કા૨ણે છે. એ કર્મને કા૨ણે અને ૫૨ને કા૨ણે નહીં. કહ્યું નેસ્ફટિક નિર્મળ છે, એની નિર્મળતામાં કાળા, લીલા ફૂલ જોડયા હોય તો કાળી, લીલી ઝાંય દેખાય છે. એ કાળા, લીલા ફૂલને લઈને નહીં. એ પોતાની પર્યાયની લાયકાતયોગ્યતાને કા૨ણે કાળી, લીલી પર્યાય દેખાય છે. (પેઈજ નં. ૩૩૫ )
[ ] એ સ્ફટિક જેમ સ્વચ્છતાના સ્વભાવવાળું હોવા છતાં ફૂલના સંગે પોતાની યોગ્યતાથી (તેમાં ) કાળી, લાલ ઝાંય દેખાય છે. એમ ભગવાન આત્મા નિર્મળાનંદ સ્વચ્છ સ્ફટિક જેવો હોવા છતાં તેની પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે પોતાને કા૨ણે તે શુભાશુભપણે પરિણમવું થાય છે. (પેઈજ નં. - ૩૩૭)