________________
૨૪૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભગવાન જ્ઞાન સામાન્ય છે તેની અવસ્થા વિશેષમાં લોકાલોક જાણવામાં આવ્યા છે તો તેની વિશેષ અવસ્થા છે. તેની અવસ્થામાં જે લોકાલોક અન્ય છે તે જાણવામાં આવ્યા તો એ અપેક્ષાએ ભલે અન્ય હોય પરંતુ તે અન્ય છે તેનું અહીં જ્ઞાન થયું છે તો જ્ઞાનમાં અન્યત્ત્વ ન રહ્યું.
ભગવાનની જ્ઞાન પર્યાયમાં લોકાલોક જ્યારે જાણવામાં આવ્યા અર્થાત્ (પોતાની) પૂર્ણ પર્યાય જાણી. પૂર્ણ જાણ્યું તો એમાં એ આવ્યું કે – જે શેય છે તે તેમાં આવ્યા નથી. કેમકે અનંત શેય ભિન્ન છે તો પણ જેવું શેયનું સ્વરૂપ છે તેવું પોતાના જ્ઞાનમાં જાણવામાં આવ્યું તો એ જ્ઞાનમાં અન્યત્વ પણ આવી ગયું. તેથી કહે છે કે એ બન્નેને ભિન્ન કરવા અશક્ય છે.
(પેઈજ નં.- ૪૧૯-૪૨૦) [] જ્ઞાનમયતાને કારણે અસંચેતક હોવાથી, અર્થાત્ પોતાનો પોતાને અનુભવ
હોવાથી.. જ્ઞાતા અને શેયના વસ્તુરૂપથી અન્યત્ત્વ હોવા છતાં પણ, જાણવાવાળું જ્ઞાન અને જાણવામાં આવવાવાળું શેય તે પ્રકારે અન્ય હોવા છતાં પણ “..પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાન...અર્થાત પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાન સ્વયંની પર્યાય છે. શું કહ્યું એ કાંઈ સમજમાં આવ્યું? પર્યાય પ્રતિભાસ અને પર્યાય પ્રતિભાસવા યોગ્ય – પોતે જ પોતે બધું છે. પરનો જે કાંઈ પ્રતિભાસ અહીં જાણવામાં આવે છે તે પોતાની પર્યાય છે અને તેને જાણવું એ સ્વયંની યોગ્યતા છે.
એવું અન્યોન્ય મિલન હોવાના કારણે; શેયને જાણ્યું છે તે તો જ્ઞાન જ છે; ત્યાં શેય નથી. એટલે કે જ્ઞાનમાં જે પરનો પ્રતિભાસ થયો પરંતુ તે પ્રતિભાસ પણ સ્વયંનો થયો અને પ્રતિભાસ્યમાન પણ સ્વયં થયો
તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી...” આત્માની જ્ઞાન પર્યાયમાં પૂર્ણ શેય છે તે જાણવામાં આવે છે તો એ શેયનું જ્ઞાન આત્મામાંથી ભિન્ન કરવું અશક્ય છે. તેથી તે શેય જ છે ( અર્થાત્ ) શેયનું જ્ઞાન આત્માથી ભિન્ન કરવું અશક્ય છે. તેથી તે શેય જ છે ( અર્થાત્ ) શેયનું જ્ઞાન તે તો પોતાનું જ્ઞાન છે. પર શેય હતું તેનું અહીં જ્ઞાન થયું તો, પોતાનું શેય થઈ ગયું.
(પેઈજ નં.૪૨૦-૪૨૦) [ 0 ] “તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી..” અરીસામાં તેનાથી બાહ્ય ચીજ
જ છે તેનું પ્રતિબિંબ ઊઠે છે. હવે, તે પ્રતિબિંબ છે એવું કહે તો તેનું (શેયનું) પ્રતિબિંબ છે, પરંતુ ખરેખર તો દર્પણની અવસ્થા જ એવડી છે. દર્પણની અવસ્થા જ એવી છે કેપ્રતિબિંબને પોતાની સ્વચ્છતામાં જાણે છે. તેમ જ્ઞાન પર્યાયમાં અનંતા જ્ઞયો ( પ્રતિબિંબિત થાય) તે અન્ય શેયોને જ્ઞાનની પર્યાયની તાકાતથી જાણે છે, તો જે અન્યનું જ્ઞાન થયું તેને શેયનું જ્ઞાન કહીને પોતાનું પણ જ્ઞાન અને શેયનું પણ જ્ઞાન તે બન્નેને ભિન્ન કરવા અશક્ય છે... શેયનું જે જ્ઞાન છે અને (જ્ઞાયકના) જ્ઞાનને જુદા કરવા અશક્ય છે. શેયનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન તે બન્ને મળીને જ્ઞાન છે. તેમાંથી શેયનું જ્ઞાન ભિન્ન કરવું અશક્ય છે.
(પેઈજ નં.- ૪૨૧)