________________
૨૫૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
માન્યતામાં હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ– એ પાંચે પાપ આવી જાય છે. હું અનાદિ અનંત જ્ઞાનવાન છું- જે એમાં પ્રવર્તતી જ્ઞાન પર્યાયના સામર્થ્યને નથી માનતો અને હું પરને જાણું છું એવું માને છે તે પોતાના અસ્તિત્વને ઉડાડે છે. આ જીવ ખરેખર નૃત્યને જાણતો નથી. જો તે ખરેખર નૃત્યને જાણે તો નૃત્ય જ્ઞાનમાં આવી જાય અને તો જ્ઞાનરૂપી થઈ જાય.
(પેઈજ નં.- ૨૧૩) [] સ્વર સાંભળ્યો – એમ અજ્ઞાની કહે છે. સ્વર જડ છે, નિંદા અને પ્રશંસાના શબ્દ જડ
છે; તેથી ખરેખર રાગને કે સ્વરને સાંભળ્યો નથી, પરંતુ તે ક્ષણની સ્વપરની સામર્થ્યરૂપ શક્તિને જાણી છે. શબ્દનો સ્પર્શ કર્યા વિના, શબ્દની સન્મુખ દેખ્યા વિના પોતાના સામર્થ્યથી સાંભળે છે. જો તે શબ્દ કે રાગ જ્ઞાનમાં આવે તો તો જ્ઞાન જડ થઈ જાય. અને જ્ઞાન સ્વરમાં જાય તો જ્ઞાન અને સ્વર એક થઈ જાય. જો જ્ઞાન સ્વરને જાણે તો જ્ઞાનની હૈયાતિ (અસ્તિત્વ) ન રહે. સ્વ-પર પ્રકાશક સામર્થ્ય પોતાનું છે અને તે નિશ્ચયથી છે. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું વ્યવહાર છે. અજ્ઞાની કહે છે કે- “મેં આ નિંદા સાંભળી, મારો યશ ગવાય છે તેને હું સાંભળું છું.” અરે ભાઈ ! તે સમયે તારું અસ્તિત્વ છે કે નહીં? કે એના અસ્તિત્વને તું સાંભળે છે? તું જ તારી જ્ઞાન પર્યાયને જાણી રહ્યો છો અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ છે તેની જ્ઞાન પર્યાયનું પ્રવર્તન થઈ રહ્યું છે- એમ ન માનતાં, હું પરને જાણું છું એમ માનવું અધર્મ છે. હું શબ્દને સાંભળું છું અર્થાત્ પરને સાંભળું છું કે સ્વને? સ્વને છોડીને પરને સાંભળું છું, મને નૃત્ય અને રાગમાં મજા આવે છે. એવું માનવાવાળાને જ્ઞાન અને આનંદ બન્નેના સંબંધમાં ભૂલ છે.
પંડિતજીએ કેવી શૈલીથી વાત કરી છે!! વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે. (અજ્ઞાની) સ્વના સામર્થ્યને નહીં માનતો થકો- “મેં ફૂલ સ્પ્લે” એમ માને છે. ફૂલ તો જડ છે, અજીવમૂર્તિક છે. તેની પર્યાય મૂર્તિક છે. આત્માનું જ્ઞાન મૂર્તિને સુંઘતું નથી. તે મૂર્તિ તરફ જઈને જાણતું નથી, પરંતુ અમૂર્ત તરફ રહીને પોતાને જાણે છે. પરંતુ અજ્ઞાની પોતાના જ્ઞાન સ્વભાવની સામર્થ્યને નહીં જાણતો થકો, “હું પરને જાણું છું' – એવી માન્યતાને કારણે પરની રુચિને છોડતો નથી.
અહો! પૂર્વાચાર્યોએ જે કહ્યું તે અનુસાર પંડિત ટોડરમલજી કહે છે.
હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, તેમ જ્ઞાનનો અનુભવ અજ્ઞાનીને નથી. અહીં કહે છે કે તે જ્ઞાન ગંધને નથી જાણતું. પરંતુ જ્ઞાનને જાણે છે. સામે જ ફૂલોનો ગજરો હોય છતાં તે પ્રકારનું જ્ઞાન ન હોય તો તે જ્ઞાત થતું નથી, આથી જ્ઞાનનું જ્ઞાન થાય છે. છતાં પણ પદાર્થનું જ્ઞાન થયું, પુરુષનું જ્ઞાનથયું, ફૂલની સુગંધનું જ્ઞાન થયું એવું માનવું તે વિપરીત માન્યતા છે. આત્મા સુગંધને સ્પર્શતો નથી, જ્ઞાન પર્યાય સુગંધ તરફ ગઈ નથી પરંતુ પોતાના જ્ઞાનમાં રહી છે. જ્ઞાનને જાણતાં થકા ફૂલને જાણ્યું છે- એમ નહીં માનીને; એકાન્ત ફૂલને જાણું છું એમ માનવું વિપરીત શ્રધ્ધા જ્ઞાન આચરણ છે.
હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. એમ ન માનતાં, મેં પર પદાર્થને સ્પર્શ કર્યો