________________
૨૪૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અગ્નિ જ પોતે અગ્નિ નથી. એમ શેયાકારપણે પરિણમેલું જ્ઞાન છે તે આત્મા છે, પણ શેયાકારપણે નથી પરિણમેલું જ્ઞાન, તો તે જ જ્ઞાન નથી. શેયાકારપણે પરિણમે છે એવો પોતાનો સ્વભાવ છે, એવું જો નથી તો તે આત્મા નથી. આવી વાતું છે!
એવા પોતારૂપે- પોતે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં...' પણ તે પરના પૂર્ણ શેયપણાના જ્ઞાનપણે પરિણમતો નથી તો તે આત્મા નથી. પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી- જાણતો નથી'. તે આત્મા નથી. “આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાના આત્માને જાણતો નથી. આ સરવાળો ! શું કહ્યું? જે સર્વ શેય છે તેને અહીંયા પોતાના જ્ઞાનમાં જાણતો નથી; તો સર્વને જાણતો નથી; તો એ તો પોતે જ એ રૂપે છે એ પોતાને પણ જાણતો નથી. સમજાય છે? નિશ્ચય. નિશ્ચય...નિશ્ચય...! નિશ્ચય એટલે તું... તું... તું...તું પ્રભુ! નિશ્ચય એટલે તું!
શેયો નિમિત્ત હોવા છતાં, જોયાકારપણે આત્મા જ્ઞાનાકારપણે થાય છે. એ નિમિત્તની અપેક્ષાથી જ્ઞાન પરિણમતું નથી. સ્વપર પ્રકાશકપણે પરિણમવું એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. કેમકે બધાને જાણવું એ જ્ઞાનનું જાણવું છે. માટે જો બધાનું જાણવું નથી થતું તો પોતે એવડો છે એને જાણતો નથી- ( એટલે આત્માને જાણતો નથી).
આંધળો માણસ સૂર્યના પ્રકાશમાં પ્રકાશની ચીજને જાણતો નથી તો તે આંધળો સૂર્યને જાણતો નથી. દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે એ દર્પણની અવસ્થા છે. એ દર્પણની અવસ્થામાં પડેલી આ ચીજોને જે જાણતો નથી તે દર્પણને જ જાણતો નથી. કારણકે જે દર્પણમાં અવસ્થા છે તે પરણેયોની નથી. પરંતુ એના સંબંધીની દર્પણની અવસ્થામાં એ દર્પણની અવસ્થા છે. જે દીપકના પ્રકાશમાં રહેલા પદાર્થને જાણતો નથી તે દીવાને જાણતો નથી. દર્પણમાં જણાતા પદાર્થને જાણતો નથી તે દર્પણને જાણતો નથી. તે આંધળો છે
એમ કહે છે. (પ્રવચનસુધા, પ્રવચન નં-૪૭, તા. ૨૨-૨-૭૯માંથી) [ ] અહીંયા કહે છે – અનંત પર્યાયવાળું દ્રવ્ય જેણે જાણ્યું તેણે સર્વને જાણ્યું. જો સર્વને ન
જાણે તો તેણે પોતાના આત્માને અનાદિ અનંત પર્યાયવાળો જ જાણ્યો નથી. “જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને જાણતો નથી તો તે (પુરુષ) યુગપ સર્વ અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે? “એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી' એમ અહીંયા સિદ્ધ કરવું છે....
(પેઈજ નં. ૩૯૯) [ s ] “ખરેખર જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; એ જ્ઞાન દરેક આત્મામાં
વર્તતું (-રહેલું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. એ જ્ઞાનમાં જ્ઞાન જણાય- આત્મા જણાય એવું એ પ્રતિભાસમય મહાસામાન્ય છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, એમાં એ જ્ઞાનસ્વરૂપ પૂર્ણ જાણે એવું પ્રતિભાસમય મહાસામાન્ય જ્ઞાન છે. “તે પ્રતિભાસમય મહાસામાન્ય અનંત વિશેષોમાં વ્યાપનારું છે.” જે જ્ઞાનમાં ત્રિકાળી સામાન્ય છે તે