________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૩૫ પર્યાયમાં જેટલા શેયો-પર્યાયો છે તે બધી એક સમયમાં અહીંયા જ્ઞાનમાં અકંપપણે (પોતાને ) અર્પે છે. જેમ કે ત્રણકાળનું બધું એકદમ સ્થિર હોય એવું અકંપપણે અપે છે. ગયા કાળની પર્યાય, ભવિષ્યની પર્યાય અને વર્તમાનની બધી પર્યાય આમ જાણે સ્થિર હોય એવી રીતે અર્પે છે. આહાહા ! પોતાનો પણ જે પૂર્ણ જ્ઞાન પર્યાય છે અને અનંતગુણનો પર્યાય છે એ પણ પરના જ્ઞાનમાં શેયપણે અકંપપણે વર્તે છે.
(પેઈજ નં.- ૨૫૩-૨૫૪) [ ૯ ] પરમાણુની પણ ભૂત અને ભવિષ્યની પર્યાયો વર્તમાનની અપેક્ષાએ, શેયની અપેક્ષાએ
અવિદ્યમાન છે; પણ તે જ્ઞાનની અપેક્ષાએ વિદ્યમાન છે! આ શું કહે છે!! (જ્ઞાનને ) શેય અર્જાઈ ગયું ( છે.) કેમકે શેયમાં પ્રમેયપણું છે ને! પ્રમેયપણું કહો કે શેયપણું કહો ! જણાવા યોગ્ય એનો સ્વભાવ છે તે જાણનારમાં અર્પાઈ ગયો છે– પ્રમેય થઈ ગયો છે.
(પેઈજ નં.- ૨૫૮) [ કુ ] .એ રીતે તેમને પોતાના પ્રતિ નિયત ન કરે (-પોતામાં નિશ્ચિત ન કરે, પ્રત્યક્ષ ન જાણે.... તો એ જ્ઞાનની દિવ્યતા શી? એ તો જ્ઞાનની દિવ્યતા! અલૌકિકતા!વિસ્મયતા છે.
“આથી એમ કહ્યું કે- પરાકાષ્ટાને પહોંચેલા જ્ઞાનને આ બધું ઉત્પન જોઈએ (યોગ્ય) છે. “પરાકાષ્ટાને' (એટલે) છેલ્લામાં છેલ્લી જ્ઞાનની ઉત્કૃષ્ટ દશા થઈ ગઈ એને બધું યોગ્ય છે. નહીં થયેલી અને થઈ ગયેલી એને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે એવો
જ કોઈ જ્ઞાનનો સ્વભાવ છે- ( એમ કહેવું છે ). (પેઈજ નં. ૨૬૩) [ ] “... અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાયમાત્ર... શેયપણાને નહીં અતિક્રમતા હોવાથી....
(અર્થાત્ ) તે બધી પર્યાયો શેયપણે છે, જ્ઞાનમાં જણાય એવી છે. તેથી શેયપણાને એટલે જણાવા યોગ્યપણાને નહીં અતિક્રમતી હોવાથી. ગયા કાળની અનંતી અવસ્થાઓ અને ભવિષ્યની અનંતી. અનંતી અવસ્થાઓ શેયપણાને છોડતી નથી. માટે શેય છે. શેય એટલે જ્ઞાનમાં જણાવા લાયક છે.
(પેઈજ નં. ૨૮૧) [ ] » શેયપણાને નહીં અતિક્રમતા હોવાથી જોય જ છે.'પરમાણુની અને આત્માની
ભલે અનંતકાળ પછી દશા થાય, પણ એ શેય છે. શેય છે તેથી જણાવા યોગ્યને પાત્ર છે. આહાહા ! પ્રમેય છે તેથી જણાવાને લાયક છે. અરે...! અરે. આવી વાતું હવે!
(પેઈજ નં. ૨૮૩) [C ] “ પ્રજ્વલિત અગ્નિ ને,... સળગતી અગ્નિ છે- તે અનેક પ્રકારના લાકડાં, છાણાં
આદિ.. દાહ્યપણાને નહીં અતિક્રમતું...” એ બળવાને લાયકપણાને છોડતા નથી. બધાં બળવાને લાયક છે. જેમ ભૂતની–ગયાકાળની અને ભવિષ્યની પર્યાય શેયપણાને અતિક્રમતી નથી, તેથી તે સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાનમાં જણાઈ જાય છે. એમ અનેક પ્રકારના લાકડાં દાહ્યપણાને એટલે બળવાને લાયકને અતિક્રમતાં નથી. દાહ્ય છેબળવા લાયક છે તેને અગ્નિ બાળે છે. એમ ભૂત અને ભવિષ્યની પર્યાયો શેયપણાને નહીં છોડતી તે સર્વજ્ઞના જ્ઞાનમાં જણાઈ જાય છે. અહા ! આવો તો ન્યાય આપે છે.
(પેઈજ નં.- ૨૮૪)