________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૩૩ હોય (કે) તીર્થકરને સ્થંભમાં કોતર્યા હોય, ચોવીશ તીર્થકરો-ભૂતકાળમાં થયા એને વર્તમાન અને ભવિષ્યના (કોતર્યા હોય) તો અહીં એક સમયમાં બધા તીર્થંકરો જણાય છે. જણાય છે કે નહીં? ભલે છદ્મસ્થને થોડો ક્રમ લાગે, એ જુદી વસ્તુ છે. પણ
એનો સ્વભાવ તો એક સમયમાં જાણવાનો જ છે. (પેઈજ નં. ૨૩૩) [ 0 ] તેથી “..જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, એટલે ગયો કાળ,
..અનાગત એટલે ભવિષ્ય, અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો'(આલેખ્ય આકારો)...” તેનો નીચે અર્થ છે- આલેખ્ય-આલેખવા યોગ્ય; ચીતરવા યોગ્ય.. સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત અનાગત અને વર્તમાન પર્યાયોના શેયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે.
(પેઈજ નં.- ૨૩૪) [ ] જ્ઞાન પર્યાય જે થાય છે એ પણ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં જે પ્રકારનો રાગ આવ્યો, તે છે
માટે અહીં ( જ્ઞાન ) જાણે છે એમ નથી. એના જ્ઞાનના ક્રમમાં સ્વનું અને પરનું જ્ઞાન (કરવાવાળી) પર્યાય એના ક્રમમાં આવી એટલે એમાં એ જણાયું છે. બહુ ઝીણું બાપુ!
(પેઈજ નં. - ૨૩૫) [ ] વળી સર્વ શેયાકારોનું તાત્કાળિકપણું (વર્તમાનપણું સાંપ્રતિકપણું) અવિરુદ્ધ
છે. શું કહે છે? જગતની બધી ચીજો- શેય છે એના પર્યાયોના આકાર, (તેનું તાત્કાળિકપણું વર્તમાનપણું સાંપ્રતિકપણું ) અવિરુદ્ધ છે. “જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલેખ્યાકારો વર્તમાન જ છે. કોઈ પણ ચીજની પર્યાય બદલી, નષ્ટ અને અનુત્પન્ન (એટલે ) ઉત્પન્ન થઈ નથી એ વસ્તુ. એ વસ્તુઓના આલેખ્યાકારો
ખ્યાલમાં આવી જાય છે. આહા ! વર્તમાન જ છે. (પેઈજ નં.- ૨૩૬) [ 0 ] અહીં તો એટલું જ કહેવું છે કે- થશે, થાય છે અને થઈ ગયું. એને જાણવાનો જ્ઞાન
સ્વભાવ છે. ભગવાન આત્માનો સ્વભાવ છે. ભગવાનનો તો છે અને આ આત્માનો પણ એવો સ્વભાવ છે. અનુમાન દ્વારા જાણી શકે છે, તદાકાર થઈ શકે છે... જેવું સામે ભૂત-ભવિષ્યનું સ્વરૂપ છે તે આકાર પણ ખ્યાલમાં આવી શકે છે. તો પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન પર્યાયોને કેમ ન જાણી શકે?
“ચિત્રપટની માફક જ્ઞાનશક્તિ જ એવી છે. આહાહા ! જ્ઞાન સ્વભાવ જ એવો છે કે એને કોઈ ભૂત અને ભવિષ્યની વાત ન જણાય એવું નથી.) એ તો ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે !
(પેઈજ નં.- ૨૩૮) [8 ] “. જ્ઞાન શક્તિ જ એવી છે કે તે અતીત અને અનાગત પર્યાયોને પણ... “પણ”
કેમ લીધું? કેમકે વર્તમાન તો જાણે છે પણ (અતીત અને અનાગતને).. પણ જાણી શકે છે. વળી, આલેખ્યત્વશક્તિની માફક... એટલે આલેખેલા ચિત્ર જેમ દેખાય કે આ પૂર્વભવ હતો, આ વર્તમાન છે અને આ ભવિષ્યનો ભવ છે. ચિત્ર આમ મૂકેને? ભગવાનનો પૂર્વે સિંહભવ હતો, પછી આ ભવ હતો અને અત્યારે ભગવાન છે. એમ એક સાથે દેખાય ને આમ!