________________
૨૩૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જણાય, એ જ્ઞેયો પણ પરિણમનવાળા છે, કૂટસ્થ નથી. તેથી...' એટલે બન્નેને પરિણમવાવાળો –બદલવાવાળો સ્વભાવ હોવાથી... આત્માને, દ્રવ્યો જેનું અવલંબન છે.’ દ્રવ્યો જેનું અવલંબન છે તેનો અર્થ નીચે છે– જ્ઞાનને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત્ નિમિત્ છે. એ શું કહ્યું ? આત્માનું જ્ઞાન કેવળજ્ઞાનપણે પરિણમે તેમાં શેયો જે છે તે નિમિત્ત છે. જ્ઞાનને જ્ઞેયભૂત દ્રવ્યોનું આલંબન અર્થાત્ નિમિત્ત છે. જ્ઞાન શેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું ? જ્ઞાન અનંત અનંત શેયોને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું? (પેઈજ નં. ૨૧૬)
[ ] ... દ્રવ્યોને,.. એટલે ત્રિકાળી વસ્તુને, ‘. જ્ઞાનને અવલંબીને,.. એટલે જ્ઞાનમાં નિમિત્ત થાય એવી ‘...... શેયાકારરૂપે પરિણતિ. ’ એટલે કે એ શેયને જ્ઞાન નિમિત્ત થાય છે એ રીતે સામે શેયાકારરૂપ પરિણતિ ‘... અબાધિતપણે તપે છે - પ્રતાપવંત વર્તે છે. આહા... હા ! સામે શેયનું પરિણમન છે અને અહીંયા જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનના પરિણમનમાં શેયનું પરિણમન નિમિત્ત છે. અને જ્ઞેયના પરિણમનમાં જ્ઞાનનું પરિણમન નિમિત્ત છે. એ રીતે અબાધિત પ્રતાપ વર્તે છે. (પેઈજ નં. ૨૧૯)
[ ] એવો જે પ્રભુ ! જેણે અંત૨માંથી સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે એણે પ્રાપ્તની પ્રાપ્તિ કરી, એવા કેવળજ્ઞાની ૫રમાત્મા છે, અનંત અનંત પદાર્થોની પર્યાયો વીતી ગઈ અને ભવિષ્યની અનંતી પર્યાયો થઈ નથી તેને આમ વર્તમાનવત્ જાણે છે. દેષ્ટાંત આવશે
એક સાધારણ બાઈ છે તેણે લોટના પિંડમાંથી થોડો પિંડ કાઢયો. તેના ખ્યાલમાં છે કે આ પર્યાય છે, અને આની રોટલી થશે, તે સમયે એ ખ્યાલમાં આવી જાય છે. તેમ દરેક દ્રવ્યની પર્યાયનું જ્ઞાન છદ્મસ્થને પણ આવી જાય છે. તેણે વિચાર કે દિ’ આવો કર્યો છે? (પેઈજ નં. ૨૨૩)
[] શ્રોતાઃ- એકી સાથે ખ્યાલમાં આવે કે ક્રમે – ક્રમે ?
સમાધાનઃ- એક સાથે ખ્યાલમાં આવે છે. ભલે મ પડે પણ આમ એક સાથે ખ્યાલમાં આવે છે.
એમ ભગવાનના જ્ઞાનમાં અનંતા દ્રવ્યો જે છે, તેની અનંતી પર્યાયો જે થઈ ગઈ, અનંતી પર્યાયો ભવિષ્યમાં થશે – તેને આમ વર્તમાનવત્ જાણે છે. આ રહી... આ રહી એમ ! એ જ્ઞાનનું સામર્થ્ય છે. પર્યાયનું હોં! આહાહા ! અને શેયોની પણ એવી શક્તિ છે કે, ( પોતે ) જેવી જાતનું જેવું છે – તે તેને અર્પી દે ! અર્થાત્ જ્ઞાનમાં જણાય (પેઈજ નં. ૨૨૩)
જાય.
[ ] વળી શાન ચિત્રપટ સમાન છે, જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો (આલેખ્ય આકારો...) જેમ પાટિયામાં કે સ્થંભમાં ગયા કાળના તીર્થંકરો, વર્તમાન તીર્થંકરો અને ભવિષ્યના તીર્થંકરો આમ ચીતરે તો (એનો ) એક સમયમાં બધો ખ્યાલ આવી જાય છે. (શ્રી જયસેન આચાર્યદેવે ) ( બાહુબલીનો દાખલો આપ્યો છે. ‘બાહુતિમત્તાવિ' પણ એ બાહુબલીને ચિતર્યા