________________
૨૩)
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ઉ] જુઓ ! આ જ્ઞાન છે અને સામે લીમડો છે. તે લીમડાને જાણે છે (અર્થાત્ લીમડો)
જ્ઞાનમાં જણાય છે. લીમડો બિંબ છે અને અહીંયા જ્ઞાનમાં પ્રતિબિંબ છે. છતાં જ્ઞાનમાં લીમડો આવ્યો છે એમ કહેવાય. ખરેખર તો એનું સ્વ-યાકાર ત્યાં (લીમડામાં) છે. અને અહીંયા જ્ઞાનાકાર થયો તે વ્યવહાર થયો. છતાં પણ એ લીમડો અહીંયા આવ્યો નથી. અહીં તો જ્ઞાનની અવસ્થા પોતાથી થઈ છે તેમાં લીમડાનું જ્ઞાન થયું છે. આવી વાત છે!
આ મકાન છે, આ પુસ્તક છે, એ (બધાં) પરશેયાકાર છે. જ્ઞાનમાં એ પરશેયાકારનું પ્રતિબિંબ પડે છે એટલે કે જાણે છે. તેથી વ્યવહારથી એમ કહેવાય છે કે - શેયાકારો જ્ઞાનમાં આવ્યા છે. પણ ખરેખર શેયાકારો જ્ઞાનમાં આવતા નથી. શ્રોતા- જ્ઞાનમાં પદાર્થો આવી જાય તો તો... ( જ્ઞાન જડ થઈ જાય.) સમાધાન- જ્ઞાન જડ થઈ જાય. આ સામે લીમડો છે તે કડવો છે. તેને જ્ઞાન જાણે છે. જ્ઞાનમાં જો લીમડો આવે તો જ્ઞાન કડવું થઈ જાય. લીંબુ ખાટું છે, એનું અહીં જ્ઞાન થાય; પણ ખાટાપણું જો જ્ઞાનમાં આવી જાય તો જ્ઞાન ખાટું થઈ જાય એટલે કે જડ થઈ જાય. સાકર ગળી છે, તેનું અહીં જ્ઞાન થાય છે કે તે ગળી છે. પણ એ ગળપણ જો જ્ઞાનમાં આવી જાય તો ગળપણ જડ છે તો જ્ઞાન પણ જડ થઈ જાય. આ તો ભેદજ્ઞાનની વાત છે. (આત્મા) પરથી તદ્ન જુદો છે. જિનેશ્વર પ્રભુનો-વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે.
(પેઈજ નં. ૧૪૩) [ ] “ નિ:શેષપણે આખાય, (પરિપૂર્ણ) આત્માને આમાંથી આત્મામાં સંચેતે -
જાણે-અનુભવે છે....'(નિઃશેષપણે” નો નર્થ) નીચે છે. નિઃશેષપણે કાંઈ જરાય બાકી ન રહે એ રીતે કેવળજ્ઞાનમાં કોઈ વસ્તુ (જાણવાની) બાકી ન રહે તે રીતે જ્ઞાનપણે પરિણમે છે. જાણ્યા- વિનાનું (કાંઈ બાકી રહેતું નથી) અનંત.. અનંત. અનંત.. અનંતકાળ પછી થશે, એને પણ તે જાણ્યા વિના ન રહે, એવું કેવળજ્ઞાનીનું જ્ઞાન છે.
નિઃશેષપણે (એટલે) બાકી રાખ્યા વિના, આહા. હા! “.. આખાય (પરિપૂર્ણ) આત્માને આત્માથી આત્મામાં....” આત્માને આત્માથી આત્મામાં જાણે છે - અનુભવે છે. અર્થાત્ એ પોતાને જાણે-દેખે છે અને અનુભવે છે. એ પરને જાણે અને દેખે એવું છે નહીં. કેમ કે પરદ્રવ્ય તો ભિન્ન છે.
(પેઈજ નં. ૧૪૬- ૧૪૭) [ ] “પ્રથમથી જ સમસ્ત જોયાકારો રૂપે પરિણમ્યો હોવાથી.' પહેલાં જ સમયે
ત્રણકાળ ત્રણલોકના જાણવા લાયક યોના જ્ઞાનાકારે પરિણમ્યો હોવાથી “.. પછી પરરૂપે આકારાન્તરરૂપે નહીં પરિણમતો થકો.....' અન્ય આકાર- બીજા સમયે બીજે આકાર થાય એમ છે નહીં. જે પહેલે સમયે છે, તેવો જ બીજે સમયે છે, તેવો જ ત્રીજે સમયે છે..
(પેઈજ નં. ૧૫૧) [ s ] ભગવાનના જ્ઞાનમાં ત્રણકાળ -ત્રણલોક એક સાથે જણાય તેથી તે જ્ઞાનમાં
પરિવર્તન નામ આકારાન્તર (થતો નથી) બદલાતો નથી, આહ.... હા ! એવો જ આ ભગવાન આત્મા છે. તે સર્વજ્ઞ સ્વરૂપી છે.
(પેઈજ નં. ૧૫૨)