________________
૨૨૯
પર્યાય પ્રગટી એ એક સમયની પર્યાય છે. એ એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે. ખરેખર તો તેમની પર્યાય ત્યાં જતી નથી અને શેય અહીંયા આવતું નથી. પણ શેયનું અહીંયા જ્ઞાન થયું એથી કાર્યમાં કા૨ણનો ઉપચાર કરીને શેયો ( જ્ઞાનમાં ) અહીં આવ્યા છે એમ કહેવામાં આવે છે. ‘જ્ઞાન વ્યવહારે પદાર્થોમાં વ્યાપીને વર્તે છે એમ
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
કહેવું વિરોધ પામતું નથી.’ નિશ્ચયથી તો એમ નથી. (પેઈજ નં. ૧૩૦) [ ] અહીંયા એમ કહે છે કે ત્રણ કાળમાં જગતના જે દ્રવ્યોની આત્માની પર્યાય જે ભવિષ્યમાં થવાની, ભૂતમાં થઈ ગઈ અને વર્તમાનમાં થાય છે એ બધું જ્ઞાનમાં સમર્પિત છે. બધા શેયાકા૨ો, સ્વ-શેયાકાર જ્ઞાનમાં જણાઈ જાય છે. આહા.. હા ! બહુ ઝીણું છે !
. (જ્ઞાનમાં ) ઊતર્યા થકા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય. ‘જ્ઞાન’ શબ્દે આત્મા. તો સર્વને જાણનારું જ્ઞાન કહી શકાય નહીં. ઝીણી વાતું બહુ બાપુ !
‘અને જો તે ( જ્ઞાન ) સર્વગત માનવામાં આવે,.. ‘જ્ઞાન’ શબ્દે આત્મા લેવો. ....તો પછી ( પદાર્થો) સાક્ષાત્ જ્ઞાનદર્પણ ભૂમિકામાં,.. ઊતરેલા બિંબ સમાન, ' બિંબનો અર્થ નીચે ફૂટનોટમાં છે. બિંબ દર્પણમાં જેનું પ્રતિબિંબ પડયું હોય તે. (જ્ઞાનને દર્પણની ઉપમા આપી એ તો, પદાર્થોના શેયાકા૨ો બિંબસમાન છે' ) . અરીસાની સામે અગ્નિ અને બરફ હોય એનું અહીંયા પ્રતિબિંબ થાય તો ( અગ્નિ અને બરફ અને ) તેને બિંબ કહેવાય. ( જ્ઞાનમાં થતાં જ્ઞાનની અવસ્થારૂપ શેયાકા૨ો પ્રતિબિંબ જેવાં છે). અરીસો છે (એની સામે ) અગ્નિ અને બરફ (પડયા ) છે, તેને બિંબ કહેવાય. અને અરીસામાં એની જે ઝલક દેખાય છે, એ પ્રતિબિંબ છે. છે તો એ અરીસાની અવસ્થા, પણ તેનું પ્રતિબિંબ કહેવાય. એમ જ્ઞાનની પર્યાયમાં શેયાકા૨ો (થાય છે ). જગતના અનંત પદાર્થો બિંબ છે અને આત્માની પર્યાયમાં એનું પ્રતિબિંબ પડે છે એટલે જાણે છે. હજુ તો અરિહંતનો નિર્ણય ક૨વામાં કેટલો પુરુષાર્થ છે! એ આત્માનો પુરુષાર્થ છે.
બિંબ સમાન પોતપોતાના શેયાકા૨ોનાં કારણો હોવાથી,.. ' શું કહ્યું ? સામે ચીજ છે તેમાં અનંત આત્માઓ, અનંત રજકણો છે એના જે ત્રિકાળી પર્યાયો છે, ગુણ છે – એ એના પોતાના શેયાકારો છે. . . . . પોત પોતાના શેયાકારોનાં કારણો (હોવાથી ) અને ૫રં૫રાએ પ્રતિબિંબ સમાન શેયાકારોનાં કારણો હોવાથી,... અહા ! એ બધાં પર્યાયો પોતપોતાના કારણો છે. પણ અહીંયા (જ્ઞાનમાં ) શેયાકા૨માં એ વ્યવહા૨ કારણ છે.
...
‘... સાક્ષાત્ જ્ઞાનદર્પણ ભૂમિકામાં ઊતરેલા બિંબ-સમાન પોતપોતાના શેયાકા૨ોનાં કા૨ણો હોવાથી,... ખરેખર તો તે આત્માઓ અને અનંત ૫૨માણુઓ પોતપોતાના ગુણ-પર્યાયના કા૨ણ છે ( એવા પદાર્થને ) બિંબ કહીએ અને જ્ઞાનની પર્યાયમાં જણાય તેને પ્રતિબિંબ કહીએ. આવી ભાષા ! આવી વાતું !
(પેઈજ નં. ૧૩૭ થી ૧૩૮ )