________________
૨૨૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ એ કારણભૂત પદાર્થોના કાર્યભૂત સમસ્ત શેયાકારો અર્થાત્ જ્ઞાનની પર્યાયના (પ્રમેય ) જેટલા જોયો છે તે રૂપે જે જ્ઞાનાકાર થયા, તેને જોયાકાર થયું એમ કહીને ( જ્ઞાન પદાર્થોમાં) વ્યાપીને વર્તે છે એમ કહ્યું. એ શેયાકારોમાં જ્ઞાન વ્યાપીને –રહીને વર્તે છે. તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને શું કહ્યું? ભગવાન થયા એ તો કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા છે. તેમને કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોકના શેયાકારો જણાય છે. એ જાણવાનું કાર્ય થાય છે તેનું નિમિત્ત કારણ એ પદાર્થો છે. તેથી કારણનો કાર્યમાં ઉપચાર કરીને કહ્યું. એ કાર્ય છે તો જ્ઞાનાકાર, પણ શેયના કારણથી અહીંયા જ્ઞાન થયું એમ કહીને, એ કારણ (પદાર્થ) આમાં આવ્યા છે એમ કહેવાય છે. અર્થાત્ એ શેયાકારો જ્ઞાનમાં આવ્યા છે અને જ્ઞાનની પર્યાય યાકારમાં ગઈ છે એમ વ્યવહારે કહેવામાં આવે છે.
(પેઈજ નં. ૧૨૯માંથી) [૭ ] . ન્યાયથી સિદ્ધ કરે છે કે- (સર્વજ્ઞ) ભગવાનનો આત્મા જ્ઞાન સ્વરૂપી છે. તેની
પર્યાયમાં લોકાલોક શેયનું જાણવું થાય છે. એથી અહીંયા એમ કહ્યું કે - આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. એ જ્ઞાનમાં જે શેયનો આકાર જણાયો, એ કાર્યમાં શેયાકારનું નિમિત્ત છે તેમ દેખીને તે કારણ (પદાર્થ) અહીંયા છે (એટલે કે) કાર્યમાં કારણ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે.
શેયાકાર (એટલે કે ) શેયો એમાં કારણ છે. આહા... હા! (આમ થવા છતાં) એ શેયને આકારે આત્મા થઈ જાય છે – એમ નથી. પરંતુ શેયાકારનું જ્ઞાન અહીંયા પોતામાં થયું, એમાં એ શેય નિમિત્ત હતું. એથી કારણનો કાર્યમાં આરોપ દઈને, એ શેયાકાર અહીંયા જ્ઞાનમાં આવ્યા- એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
.. શેયાકારોમાં પદાર્થોનો ઉપચાર કરીને.... એટલે શું? જેવું શેયનું સ્વરૂપ છે તેવું જ્ઞાનની પર્યાયામાં જણાય છે, તેથી કારણ તો એ શેય (પદાર્થો) છે; અને કાર્ય અહીંયા જ્ઞાન છે. એટલે એ કાર્યમાં કારણનો ઉપચાર કરીને, શેયાકારો જ્ઞાનમાં આવ્યા એમ વ્યવહારે કહેવામાં આવે છે....
(પેઈજ નં. ૧૨૯) [ 0 ] “જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે એમ કહેવું વિરોધ પામતું નથી.” વ્યવહારથી એમ
કહેવું વિરોધ પામતું નથી. એમ કહે છે. અરિહંત પરમાત્માનું જ્ઞાન એ કેવળજ્ઞાન છે. એ જ્ઞાનમાં લોકલોક જણાય છે, અને તે લોકાલોક શેય છે. જાણવા લાયક (યના) આકારે અહીંયા જ્ઞાન થયું તેથી એ કાર્ય તો પોતાનું છે. એ કાર્યમાં લોકાલોકનિમિત્ત હતા એ કારણે જ્ઞાનમાં શેય વ્યાપ્યું છે અને જોય જ્ઞાનમાં આવ્યું છે –એમ વ્યવહારે કહેવામાં આવે છે.
અહીંયા કહે છે કે શેયને જાણવાનું જ્ઞાન કાર્ય, શેયના કારણે થયું (એમ ઉપચાર કર્યો છે.) શેય તો નિમિત્ત છે તો પણ તેનું જ્ઞાન થયું એટલે કારણનો કાર્યમાં આરોપ કરીને શેય જ્ઞાનમાં આવ્યા છે અને જ્ઞાન શેયમાં ગયું છે – એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
આ આત્મા છે તેનો જ્ઞાનગુણ સ્વભાવ છે. સ્વભાવ જે ગુણ છે એ તો ત્રિકાળ છે, એ સ્વભાવને તેની વર્તમાન પર્યાય હોય છે. અરિહંત પરમાત્માને જે કેવળજ્ઞાનની