________________
૨૨૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આત્મામાં છે – એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
સર્વ પદાર્થ આત્મામાં છે ( એમ કહેવાય છે.) “પરંતુ પરમાર્થે તેમનું એકબીજામાં ગમન નથી” ... અર્થાત જાણવાની પર્યાય પરમાં જતી નથી અને પરવસ્તુ અહીંયા આવતી નથી. “કેમ કે સર્વદ્રવ્ય સ્વરૂપ નિષ્ઠ (પોત પોતાના સ્વરૂપમાં નિશ્ચળ અવસ્થિત છે. પ્રત્યેક પદાર્થ પોતાના સ્વરૂપમાં રહેલા છે; આત્મા ભલે અનંત આત્માઓને જાણે પણ બધા આત્મા આત્મામાં રહેલા છે. તે અહીં આવતા નથી. પરંતુ વ્યવહારથી (આત્મામાં છે એવું ) કહેવામાં આવ્યું છે.
(પેઈજ નં. ૬૫, ૬૬) [ ] સવારે એ વાત હતી કે- કર્મનો ઉદય છે તેની ઝાંય આત્મામાં દેખાય છે તે છે તો
આત્માની પર્યાય. પરંતુ ત્યાં એ સિદ્ધ નથી કરવું. ત્યાં નિમિત્તથી રાગ થાય છે એમ સિદ્ધ નથી કરવું. રાગ તો રાગથી જ થાય છે. પરંતુ જે નિમિત્તથી રાગ થયો તેની ઝાંય (પ્રતિબિંબ ) જ્ઞાનમાં દેખાય છે તે વખતે પણ જ્ઞાન અનુભવમાં આવે છે. જ્ઞાનનો
અનુભવ અને રાગ એ બન્ને ચીજ જ ભિન્ન છે. (પેઈજ નં. ૯૪ થી ૯૫) [ ૯ ] રાગ પણ જ્ઞાન સ્વભાવનો ભાવ નથી એમ કહેવું હતું. રાગ ભાવનો જે અનુભવ
(થાય છે તેનાથી ભિન્ન) જે જ્ઞાન છે તે પોતાનું છે. રાગ પોતાનો છે તે, પોતાની પર્યાય છે, જડની પર્યાયથી રાગ ભિન્ન છે. પરંતુ એ વાત અહીંયા સિદ્ધ કરવી નથી. ત્યાં તો એ સિદ્ધ કરવું છે કે ઉપયોગની સ્વચ્છતાને કારણે રાગ ખ્યાલમાં આવે છે પરંતુ રાગની ઝાંય જે છે તે પુગલની છે. એક બાજુથી કહેવું છે કે પોતાની પર્યાયનો જન્મક્ષણ છે તો રાગ ઉત્પન્ન થાય છે. બીજી બાજુથી કહેવું છે-રાગના અનુભવરૂપ જ્ઞાન છે તે પોતાનું છે, રાગ પોતાનો નથી.
(પેઈજ નં. ૯૭) [ ] શ્રોતા - પ્રતિબિંબ થયા વિના જાણે કેવી રીતે?
સમાધાન- પ્રતિબિંબનો અર્થ શું? જ્ઞાન શેયને જાણે તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું એમ કહેવામાં આવે છે. પ્રતિબિંબનો અર્થ શું? જેમ દર્પણ સ્વચ્છ છે. સ્વચ્છ દર્પણ અને અહીં અગ્નિ આદિ બીજા પદાર્થ છે તેને બિંબ કહે છે. અહીં જે દર્પણમાં દેખાય તેને પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબ શું છે? જેવી ચીજ છે તેવી દર્પણમાં દેખાય છે તે દર્પણની સ્વચ્છતા થઈ. અગ્નિ છે તે બિંબ છે અને દર્પણમાં અગ્નિનો આકાર દેખાય છે તે પ્રતિબિંબ છે. પરંતુ જે પ્રતિબિંબ છે તે દર્પણની અવસ્થા છે, અગ્નિની નહીં. તેમ ચૈતન્ય ભગવાન જ્ઞાન દર્પણ છે. એ જ્ઞાન દર્પણમાં આ બધી ચીજ જાણવામાં આવે છે. પરંતુ તે (ચીજ ) શેય છે, તે (જ્ઞાનમાં) જાણવામાં આવી છતાં પણ શેય જ્ઞાનમાં આવ્યું નથી અને જ્ઞાન તેમાં ગયું નથી. ભાષા તો સાદી છે. શ્રોતા- શેય આવ્યું નથી પરંતુ જોયની તસ્વીર તેમાં આવી? સમાધાન-તે તસ્વીર પણ તેની નથી, તે તો વ્યવહારથી કહેવામાં આવે છે. ત્યાં તો પોતાની જ્ઞાનની પર્યાય છે.