________________
૨૨૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રવચન સુધા- ભાગ- ૧ [ ] સમયસાર ૧૭-૧૮ ગાથામાં એક સમયની જે જ્ઞાનની પર્યાય છે તેનો સ્વભાવ
સ્વરૂપને જાણવાનો છે. હવે એ જે પર્યાય છે તે જ્યારે સ્વતંત્રપણે કર્તા થઈને સ્વસર્વજ્ઞ તરફ વળે છે એ પોતે કર્તા થઈને વળે છે. (કેમ કે) એ પર્યાયમાં ષકારકનું પરિણમન છે. આહાહા ! પર્યાયમાં ષટ્ટારકનું (પરિણમન એટલે) પર્યાય કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે. પર્યાય પોતા માટે કરી છે, પોતાથી થઈ છે, પોતાને આધારે થઈ છે. એવી સર્વજ્ઞ થવાની પર્યાય (પોતાના ષટ્કરકથી થઈ છે. ) વર્તમાન પર્યાય ભલે સર્વજ્ઞ ન હો, પણ એ પર્યાયમાં સ્વતંત્રપણે ષકારકના પરિણમન થવાની તાકાત છે. તેથી એ પર્યાય જ્યારે કર્તા થઈને દ્રવ્ય સ્વભાવ તરફ ઢળી ત્યારે સર્વજ્ઞ સ્વભાવ પ્રતીતમાં આવ્યો. કેમ કે એ સમયની જ્ઞાનની પર્યાય ભલે અલ્પજ્ઞ હો ! પણ એ અલ્પજ્ઞ પર્યાય જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વરૂપને જાણે છે.
જાણે છે એમ કહ્યું, પણ એ જાણે છતાં જાણતો કેમ નથી ? એ પર્યાય સ્વતંત્ર કર્તા થઈને તે દ્રવ્ય તરફ ઢળી નથી માટે તે જાણતો હોવા છતાં તે જાણતો નથી.
કહ્યું એ? એક સમયની જ્ઞાનની પર્યાય એનો સ્વભાવ અપર પ્રકાશક જ છે. એ પર્યાયનો સ્વભાવ સ્વને જાણે છે- દ્રવ્યને જાણે જ છે. છતાં પણ તે પર્યાય સ્વતંત્ર કર્તા થઈને, સર્વજ્ઞ સ્વભાવ તરફ ઢળી નથી. તેથી તે જાણવાનો સ્વભાવ જાણતો છતાં તેને જણાતો નથી. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ મારગ બહુ સૂક્ષ્મ છે.
(પેઈજ નં.- ૧૬૭/૧૬૮) પ્રવચન સુધા ભાગ- ૨ [ ] અહીં કહે છે કે – આત્મામાં જ્ઞાન છે, તે જ્ઞાનગુણ પ્રમાણ આત્મા છે. માતા |૫મા'
.. આત્મા જ્ઞાન પ્રમાણ છે તે પહેલું મૂળપદ છે. “TI Mયપમાન અને કેટલા જોય છે તે પ્રમાણથી જ્ઞાનની પર્યાય પરિણમે છે શેયાકાર તો નિમિત્તથી કહેવામાં આવ્યું છે. પરંતુ જ્ઞાનાકાર જેટલા શેય છે તે રૂપે પરિણમે છે. આમાંથી એક શબ્દ આગળ-પાછળ થઈ જાય
તો ફેરફાર થઈ જાય એવું છે બાપુ! આ તો વીતરાગની કોર્ટ છે. (પેઈજ નં.-૩૪) [ ] (અહીં કહે છે કે, “શેયનું અવલંબન કરવાવાળું જ્ઞાન શેયના બરાબર જ છે. હવે
શેય કેવડું છે? તે કહે છે. આત્મવસ્તુ જ્ઞાનગુણ પ્રમાણ છે અને જ્ઞાન શેય પ્રમાણ છે. તો ય કેટલા છે? “શેય તો સમસ્ત લોકાલોક અર્થાત્ બધા જ છે.” જાણવાની
ચીજ તો બધી છે. જ્ઞાનની પર્યાયમાં (બધું જાણવામાં આવે છે.) (પેઈજ નં.-૪૬) [ રે ] શ્રોતા- આત્મા એટલે કોણ ?
સમાધાન- આત્મા! અંદર જાણવાવાળો છે. તે આત્મા છે. આ બધું જાણવામાં આવે તે પર. જેમ દર્પણ સ્વચ્છ છે તો તેની સામે જે ચીજ હોય તેનું પ્રતિબિંબ પડે છે. એ જે પ્રતિબિંબ થાય છે તે કોઈ પણ વસ્તુ નથી. અંદર પર વસ્તુ છે? આ દર્પણ છે દર્પણ, તેની