________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
- ૨૨૩ જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી.
- ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન યાકાર દેખાય છે. સામે જેવા શેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન શેયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; જોયોનું એમાં કાંઈ જ નથી.
(કળશ -૨૭૧, પેઈજ નં. ૨૫૧) [ ] “સદન–તેન: પુ–—ત્રિનોવી–સ્વતંત્—વિન–
વિન્ય: કવિ : wવ સ્વરૂપ:' સહજ (-પોતાના સ્વભાવરૂપ) તેજ: પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જોયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે).
જુઓ, શું કહે છે? કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, અર્થાત્ ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, જાણે કે ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે. અહા ! કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક શેયાકારરૂપે તે દેખાય છે, અર્થાત્ લોકાલોકને જાણતાં જ્ઞાન શેયાકાર થતું દેખાય છે તોપણ ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે, શેયાકારરૂપે થયું નથી. અનેકને જાણતાં પણ જ્ઞાન એકરૂપ ( જ્ઞાનરૂપ જ) રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરણેયનો પ્રવેશ નથી. અહા ! જ્ઞાન અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી, એકરૂપ જ રહે છે.
(કળશ -૨૭૫, પેઈજ નં. ૨૬૫)
ચૈતન્ય ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. તેનો વર્તમાન ઉપયોગ બહાર પરમાં હા ગયેલો છે તેને અંતરમાં વાળતાં ચૈતન્યમૂર્તિ પ્રગટ અનુભવમાં આવે છે. ચૈતન્ય પ્રકાશ કેમ જણાય? જ્ઞાનના તેજની વર્તમાન દશાને અંતરમાં વાળતાં પ્રગટ એવો ચૈતન્ય ઉપયોગ પ્રગટ પ્રગટ દેખાય છે.
(નાટક સમયસાર પ્રવચન ભાગ-૧, પેઈજ નં-૫૫) શ્રી