________________
૨૨૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જાણે છે માટે સર્વગત કહ્યું છે. પણ સર્વગત એટલે પરમાં વ્યાપક થઈ જાય, પ્રસરી જાય એવો તેનો અર્થ નથી. બરફ અને અગ્નિ અરીસાની બહાર હોય છે. તેનું અરીસામાં પ્રતિબિંબ દેખાય છે. અરીસાની અંદર કાંઈ બરફ કે અગ્નિ નથી. જે દેખાય છે એ તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. ત્યાં અરીસો અને સ્વચ્છતાગત પ્રતિબિંબ -એમ દ્વત થયું. તેમ શેયનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન-એમ દ્વત થયું. આમ દૈત નયે આત્મદ્રવ્ય અનેક છે.
(૩૧ મી એકત્વશક્તિ - પેઈજ નં.- ૧૪૯) [ 2 ] “જોયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો” –આ વ્યવહારથી કહ્યું હોં.
ખરેખર તો શેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “શેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, શેયાકાર છે જ નહીં. સમજાણું કાંઈ....? આહાહા...! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણપર્યાય) ત્રણે થઈને હું શેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું ને શેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. આહાહા....! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો હો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ ?
(કળશ - ૨૭૧, પેઈજ નં.- ૨૪૯) [ 1 ] “વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતા
નથી; શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.”
(કળશ -૨૭૧, પેઈજ નં. ૨૫૦) [ ] શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જોયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના
જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન શેયાકાર છે એમ નહિ, એ તો શેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. શેયનું તેમાં કાંઈ જ નથી. શેય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
(કળશ- ૨૭૧, પેઈજ નં. ૨૫૦) [ ] શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે
સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન શેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે શેયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર-જ્ઞાનના જ તરંગો છે. આહાહા...! જાણગ... જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરશેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરણેયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને ! કોઈ થોડું સમજાવી દે!
જુઓ, દર્પણના દષ્ટાંતે આ વાત સમજીએ.