________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૨૧
[ ] આહાહા.... ! ભગવાન, તું એકલો ચૈતન્યસ્વરૂપ છો નાથ ! ગાથા ૧૭–૧૮ માં આવ્યું છે કે આબાળ-ગોપાળ સર્વને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં સ્વશેય જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પણ અરે ! અનાદિની એની બહિર્દષ્ટિ છે!ત્રિકાળી એક શાયકભાવની દૃષ્ટિ ન હોઇ તેની દૃષ્ટિ ૫૨થી ખસતી નથી; પરંતુ અંતર્દષ્ટ કરતાં જ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહા ! તારો જ્ઞાનસ્વભાવ સ્વ-૫૨ શેયોને જાણવાના પ્રમાણજ્ઞાનરૂપ છે, અને તારા જ્ઞાનાદિ અનંત સ્વભાવ ૫૨ના જ્ઞાનમાં (કેવળી આદિના જ્ઞાનમાં ) ગ્રહણ કરાવવાના પ્રમેયસ્વભાવરૂપ છે. અહા ! આવી તારામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે.
(૧૫ મી પરિણમ્ય- પરિણામકત્વશક્તિ, પેઈજ નં.-૮૫ ) [] અહીં તો આ વાત છે કે ભગવાનના કેવળજ્ઞાનમાં લોકના સર્વ શેયાકા૨ોને યુગપત્ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, અને ૫૨ કેવળીના જ્ઞાનમાં શેયાકારોને ગ્રહણ કરાવવાનો તેનો પ્રમેય સ્વભાવ છે. ભાઈ ! તારા જ્ઞાનસ્વભાવમાં સર્વ શેયો જણાવાલાયક છે બસ એટલું રાખ. ૫૨શેયો મા૨ા ને હું ૫૨નો-એ વાત જવા દે ભાઈ ! ( કેમ કે ) એવી વસ્તુ નથી. અહો ! આચાર્યદેવે એકલાં અમૃત રેડયાં છે!
અહીં તો આટલી વાત છે કે-૫૨ શેયાકા૨ો પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે બસ, અને પોતાના જ્ઞાનાકારો પરના જ્ઞાનમાં નિમિત્ત છે બસ. આવો જ આત્માનો પરિણમ્યપરિણામકત્વસ્વભાવ છે.
(૧૫ મી પરિણમ્ય- પરિણામકત્વશક્તિ, પેઈજ નં. - ૮૫ ) [ ] જ્ઞાન સાકાર એટલે શું ?
સાકા૨નો અર્થ આકા૨ નહિ, પણ સ્વપર અર્થને જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે તેથી જ્ઞાનને સાકાર કહ્યું છે. ૫૨નો આકાર વા ૫૨ની ઝલક જ્ઞાનમાં પડે છે માટે જ્ઞાનને સાકાર કહ્યું નથી, જ્ઞાનનો સ્વ૫૨ અર્થનો પ્રકાશક સ્વભાવ છે માટે જ્ઞાનને સાકાર કહ્યું છે. વળી દર્શન નિરાકાર છે એટલે તેને પ્રદેશ નથી એમ નહીં, પણ ભેદ પાડયા વિના જ સામાન્ય અવલોકનમાત્ર દર્શન છે માટે તેને નિરાકાર કહ્યું છે. સાકાર એટલે સવિકલ્પ; સ્વપ૨ને જ્ઞાન ભેદ કરીને જાણે માટે સવિકલ્પ.
(૨૫ મી સ્વધર્મવ્યાપકત્વશક્તિ, પેઈજ નં.- ૧૨૭)
[ ] દ્વૈતનયે આત્મદ્રવ્ય અનેક છે, ૫૨નાં પ્રતિબિંબોથી સંપૃક્ત અરિસાની જેમ. ૫૨ના પ્રતિબિંબના સંગવાળો અરીસો જેમ અનેક છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમાં શેયના સંગથી અનેકરૂપ છે. જ્ઞાન તો પોતાથી થાય છે, શેયનું તેમાં નિમિત્ત છે બસ. અરીસામાં પ્રતિબિંબ પડે છે ત્યાં અરીસો ને પ્રતિબિંબ બે થઈ ગયાં-દ્વૈત થયું, તેમ શેયનું જ્ઞાન, ને પોતાનું જ્ઞાન–એમ બે રૂપ થયું, દ્વૈત થયું.
ભગવાન આત્માને એક અપેક્ષાથી સર્વગત કહેવાય છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે આત્માને અપેક્ષાથી સર્વગત કહ્યો છે. તેમાં લોકાલોક-સર્વનું જ્ઞાન થઈ જાય છે.... એ અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહ્યું છે. પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન સર્વને