________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૨૫
સામે અગ્નિ છે તેનું પ્રતિબિંબ પડે છે... તો શું અગ્નિ ત્યાં છે? દર્પણ તો અગ્નિના આકા૨ની સ્વચ્છતારૂપે પરિણમીત થયો છે તે દર્પણની અવસ્થા છે. અગ્નિને સ્પર્શે તો ઉષ્ણ થાય પરંતુ દર્પણમાં અગ્નિ દેખાય તો ત્યાં અંદર દર્પણમાં અગ્નિ છે ? ત્યાં ઉષ્ણતા છે ? ત્યાં તો દર્પણની સ્વચ્છ અવસ્થાની દશા છે. તેમ ભગવાનનું જ્ઞાન લોકાલોકને દેખે છે અથવા બધા શેયાકારનું જ્ઞાન થાય છે ને પોતાની સ્વચ્છતાને કા૨ણે થાય છે. જે (બહા૨ ) શેય છે તે અહીંયા આવતા નથી.
જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, પોતાના જ્ઞાનમાં રહીને બધા શેયાકા૨નું જ્ઞાન થાય છે... તો જ્ઞાનમાં શેય આવ્યા એમ વ્યવહા૨થી કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય તે જ્ઞેયાકાર પણે થઈ છે. તેથી જ્ઞાનને સર્વગત એટલે બધાનો જાણનાર કહ્યો તેમ ભગવાનને પણ સર્વગત કહ્યું છે. જુઓ ! પાઠમાં ભગવાન એટલે આત્મા કહ્યું. “એવા (સર્વગત ) જ્ઞાનમય થઈને રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે.” સર્વ શેયોને જાણવાવાળો આત્મા જ્ઞાનમય થઈને રહે છે– તો ભગવાન પણ સર્વગત છે. આત્માને પણ સર્વગત કહેવામાં આવે છે. તેના ગુણને સર્વગત કહ્યું તો ગુણના ધરનાર આત્માને પણ સર્વગત કહેવામાં આવ્યા છે. ( પેઈજ નં.-૫૫ થી ૫૭) [ ] ‘શેયાકારોની સમીપ ગયા વિના.. ’ તેનો અર્થ નીચે છે. શેયાકા૨ો = ૫૨ પદાર્થના
'
દ્રવ્ય ગુણ પર્યાય શેય છે. દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે સ્વભાવ અને પર્યાય એટલે અવસ્થા. આ શેયાકારો ૫૨માર્થતઃ આત્માથી સર્વથા ભિન્ન છે. ભલે શેયનું જ્ઞાન થયું પરંતુ જ્ઞાન ૫૨માં ગયા વિના (તેને જાણી લ્યે છે. ) જ્ઞેયથી આત્માનું જ્ઞાન ભિન્ન છે અને આત્માના જ્ઞાનથી જ્ઞેય ભિન્ન છે. જેમ આંખથી અગ્નિ જાણે છે પરંતુ આંખથી અગ્નિ ભિન્ન છે. તેમ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે છતાં પણ લોકાલોકથી જ્ઞાન ભિન્ન છે. અરે.. ! આવું સૂક્ષ્મ છે!
“નિશ્ચયનયથી આવું હોવા છતાં” નિશ્ચયથી તો આવું છે. છતાં પણ વ્યવહા૨નયથી તે કહેવાય છે કે ભગવાન સર્વગત છે.” વ્યવહા૨થી એવું કહેવામાં આવે છે કે આત્મા બધાને જાણે છે તો આત્મા સર્વગત છે. વ્યવહા૨થી એવું કહેવામાં આવે છે કે જ્ઞાન સર્વમાં છે, સર્વને જાણે છે... તેથી ન તો આત્મા સર્વગત છે. ૫૨માં ગયું એમ તો વ્યવહા૨થી કહેવામાં આવે છે, યથાર્થમાં આવું છે નહીં.
.....ભગવાન સર્વગત છે. અને નૈમિત્તિકભૂત શેયાકા૨ોને આત્મસ્થ (આત્મામાં રહેલા દેખીને ).... શું કહે છે ? જ્ઞાનની દશામાં જે બધા સર્વ શેયો જાણવામાં આવે છે... તે નૈમિત્તિકભૂત શેયાકાર છે. જે નિમિત્ત છે તેના આકા૨નું અહીં પોતાનું પૂર્ણજ્ઞાન થયું છે. જેવું લોકાલોક છે એવું આત્મામાં જ્ઞાન થયું. એ શેયાકા૨ોને આત્મસ્થ એટલે કે પોતાનામાં દેખીને એ જે શેયાકાર છે તે તો જ્ઞાન છે. પરંતુ જેટલા પણ જે શેય છે તેને અહીં જ્ઞાનમાં દેખીને, “( આત્મામાં રહેલા )દેખીને સર્વ પદાર્થો આત્મગત ( આત્મામાં ) છે એમ ઉપચાર કરવામાં આવે છે, કે સર્વ પદાર્થ આત્મગત (આત્મામાં ) છે. આત્મા તો સર્વને જાણે છે. પરંતુ બધાને જાણે છે તો બધા પદાર્થ