________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ‘...આ રીતે આત્માની અદ્ભૂત જ્ઞાન શક્તિ,... આહા..હા ! જાણનારો જાણનારો... જાણનારો...જાણનારો...જાણે..જાણે...જાણે ! ગઈ અવસ્થા, વર્તમાન અને ભવિષ્યનો જાણના૨– એવી આત્માની અદ્ભુત શક્તિ છે. ‘દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વ શક્તિ..., આહાહા ! એ શેયની પણ જે અવસ્થા થઈ નથી તે અહીં જ્ઞાનમાં જણાય એવી શેયની શક્તિ છે. જ્ઞાનની તો શક્તિ છે પણ શેય પણ એવું છે.
‘આ રીતે આત્માની અદ્ભૂત જ્ઞાન શક્તિ અને દ્રવ્યોની અદ્ભૂત શેયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. એક સમયમાં બધું ભાસે ! ( પેઈજ નં. ૨૩૮ થી ૨૩૯ ) [ ] આ.. હા.. હા ! ભગવાન ! તું એવો છો ! તારું અંદર એવું સામર્થ્ય છે. કહે છે– ભૂત અને ભવિષ્યની પર્યાય ન હોય છતાં પણ જ્ઞાનમાં નિર્ણય ક૨વા જાય તો એ શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ એ પરોક્ષ છે. પરોક્ષ પણ એ પ્રમાણ છે ને ! કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ છે. સમજાય છે? (પેઈજ નં.- ૨૪૭)
૨૩૪
[ ] એ કેવળજ્ઞાનની પર્યાયનો એવો સ્વભાવ છે કે, ભવિષ્યની પર્યાય થઈ નથી, ભૂતની થઈને નષ્ટ થઈ ગઈ- એ અપેક્ષાએ અસદ્ભૂત છે. છતાં જ્ઞાન પ્રત્યે નિશ્ચિત થયેલી છે. જ્ઞાન એને પ્રત્યક્ષ–સદ્ભૂત તરીકે જાણે છે. આહાહા ! જ્ઞાનમાં એ ત્રણકાળની પર્યાયો અંદરમાં નિયત નિશ્ચયથી જણાય છે. એવો જ્ઞાનનો પ્રત્યક્ષ સ્વભાવ છે. આ તમારા ક્રમબદ્ધમાં આવી ગયું. (પેઈજ નં. -૨૫૨)
[ ] ‘૫થ્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત...' ભૂત એટલે ગયા કાળના ભરત અને બાહુબલી'...અને ભાવિ શ્રેણિક રાજા આદિ તીર્થંકરદેવોની માફક પોતાનું સ્વરૂપ અકંપપણે...પથ્થ૨માં કોતરાયેલા ભૂત, ભાવિ અને વર્તમાન પ્રત્યક્ષ દેખાય એમ... પોતાનું સ્વરૂપ અકંપપણે’...જગતમાં અનંતા જ્ઞેયો છે અને તેની જે ભૂત અને ભવિષ્યની પર્યાયો છે તે બધી...પોતાનું સ્વરૂપ અકંપપણે ( જ્ઞાનને ) અર્પતા...અર્થાત્ એ શેયો જે છે તે જ્ઞાનમાં અકંપપણે વર્તે છે.
આત્મામાં એક પરિણમ્યપરિણામકત્વ નામનો ગુણ છે. એટલે કે શેયોના સમય સમયના જે કાંઈ પરિણામ-આકાર થાય તેને જ્ઞાન જાણે, અને પોતાના જે જ્ઞાનાકાર છે તે સામાના કેવળજ્ઞાનાદિ પર્યાયમાં તે જ્ઞાનાકાર ગ્રહણ થાય. ૫૨નું પ્રમેય કરે અને ૫૨ના જ્ઞાનમાં તે ( પોતે ) પ્રમેય થાય.
૧૫ મો ગુણ છે ને ! પરિણમ્યપરિણામકત્વ. એ પરિણમ્ય પરિણામકત્વ એટલે શેયાકા૨ને ગ્રહણ કરે અને જ્ઞાનાકા૨ને ગ્રહણ કરાવે. બીજાના જ્ઞાનમાં જ્ઞાનાકાર ગ્રહણ કરાવે, તેને હિસાબે એટલે બીજા જીવના હિસાબે તો અહીં શેયત્વ છે ને ! પણ અહીં જ્ઞાનાકાર જેવી પોતાની દશા છે તેવું તેમાં પ્રમેયપણે થાય-જણાય. અને ૫૨નું પ્રમેય પોતામાં પ્રમાણ થાય.
...અકંપપણે ( જ્ઞાનને ) અર્પતા એવા ( તે પર્યાયો )વિધમાન જ છે. જ્ઞાનની