________________
૨૩૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ s ] ૮૦ મી ગાથામાં આવશે ને! ‘નો નાગરિ ગરજંત ઢળત્ત ગુણત્તપનયરિં' જે
અરિહંતના પર્યાય જાણે....! એ તો હજુ પર થયું. એને જાણીને અંદરમાં પોતામાં મેળવે.. આ... હા.... હા..! અર્થાત્ વર્તમાન પર્યાયને ગુણમાં ભેળવે અને ગુણને અભેદ કરે અને સમ્યગ્દર્શન – અનુભવ કરે ત્યારે તેણે સર્વશની પર્યાય જાણી એમ વ્યવહારે કહેવામાં આવે છે.
(પેઈજ નં.- ૩૫૯) હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે - આ... હા... હા ! આ અધિકાર જરા સૂક્ષ્મ છે. અંદર ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ અને તે બધાને જાણવાના સ્વભાવવાળું તત્ત્વ છે. જે કોઈ બધાને જાણનારું તત્ત્વ છે એ બધાને જાણતો નથી. એ પોતાને પણ જાણતો નથી કેમકે જગતમાં જેટલાં શેયો છે તે બધાને જાણવારૂપે પરિણમવું એવો એનો સ્વભાવ છે. સર્વજ્ઞને તો પૂર્ણપણે પ્રત્યક્ષ પર શેયાકારરૂપે જ્ઞાન પરિણમે છે. પરંતુ નીચેના છદ્મસ્થ શ્રુતજ્ઞાની ધર્મી જીવને પણ શ્રુતજ્ઞાનમાં બધા શેયોનું પરોક્ષરૂપે જાણવાનું પર્યાયમાં પરિણમન છે. આવો માર્ગ ભારે!
જે કોઈ સર્વને જાણે નહીં તો; પોતે સર્વનો જાણનાર એવો પોતાનો સ્વભાવ છે, તેથી તે પોતાને પણ જાણતો નથી. એ વાત કહે છે.
અહીં તો ચૈતન્ય જ્યોતિ ઝળહળ ભગવાન આત્મા! પર્યાયમાં કેવળજ્ઞાનપણે છે તે ત્રણકાળને ત્રણલોકમાં રહેલાં દ્રવ્ય, ગુણ ને પર્યાયોને જો ન જાણે એટલે કે તેના જ્ઞાનાકારમાં શેયાકારોનું પરિણમન ન થાય તો એ જ્ઞાનાકારરૂપ પર્યાયને ધરનારું દ્રવ્ય છે, તે દ્રવ્યની તેને ખબર નથી. આહા ! બહુ ઝીણું બાપુ!
(પ્રવચન નં-૪૬ તા. ૨૧-૨-૭૯, ગાથા-૪૮) [ કુ ] એ મોટપ શેની? જાણવા-દેખવાની ! તારી જાણવાની એટલી મોટપ છે કે- એક
સમયમાં ત્રણ કાળના અનંતા દ્રવ્યો અને અનંતી પર્યાયને જાણે- એવું તારું સ્વરૂપ છે. ભલે છબસ્થને જાણવામાં થોડો ક્રમ પડે છતાં પણ તારા જ્ઞાનમાં ખરેખર તો એક સમયમાં શ્રુતજ્ઞાનમાં પણ, અનંતા દ્રવ્યને પર્યાયોના સમુદાયનો ભગવાન જાણનારો છે.
એ પંડિતે એમ કહ્યું કે- પરનો કર્તા ન માને તો એ દિગમ્બર જૈન નથી ! અરે.. ભગવાન! બાપુ! તું તને નુકસાન કરે છે, ભાઈ ! આ... હા.. હા ! કરવાની તો વાતે નથી પણ એ મારા છે એમ માનવું એ પણ એમાં નથી. શરીરના રજકણે રજકણો પુદ્ગલ છે... અને તેની વર્તમાન થતી અવસ્થા અને ભૂત-ભવિષ્યની (બધી અવસ્થાઓ) અને આ અક્ષરોની- આ પુદ્ગલની (અવસ્થાઓ), એ બધા દ્રવ્યો અને તેની ત્રિકાળી પર્યાયોનો આખો સમુદાય એક બાજુ! પ્રભુ! તે શેય તરીકે જાણવા તરીકે છે અને તું તેનો જાણનાર તરીકે છો. પર શેય અને આત્મા જ્ઞાતા તે પણ વ્યવહાર સંબંધ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે ને કે જે સર્વને જાણે તે એકને જાણે.