________________
૨૩૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે. ] આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં શેયવસ્તુ નથી અને શેયને લક્ષે જે રાગ થાય છે તેમાં
નથી. એટલે જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ શેયાર્થ નામ પરના પ્રયોજનને માટે અર્થાત્ શેયને જાણવાના પ્રયોજનમાં જાય તો તેને રાગ થાય. એ ન્યાય આવી ગયો છે કે'परदव्वादो दुग्गई'
સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે- આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે! તે પર ભગવાનને જાણવા જતાં રાગ થશે. કારણકે તેના માટે) હું પરશેય છું. મને જાણતાં. લક્ષ તેનું રાગ ઉપર ગયું તેથી રાગરૂપનું પરિણમન તે જ્ઞાન જ નથી. સમ્યગ્દષ્ટિને રાગ આવે પણ તેનું પરિણમન) રાગથી ભિન્ન છે. અને તેનું જ્ઞાન આત્માપણે પરિણમે છે તેથી તે શેયાર્થપણે પરિણમતું નથી પરંતુ તેનું જે સ્પશેય તે રૂપે પરિણમે છે.
“જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય...” એટલે કે એકલો શેયપદાર્થને જાણવાપણે પરિણમતો હોય તો તો રાગ જ થયો. અને એકલા રાગરૂપે પરિણમે તે જ્ઞાની નહીં, તે જ્ઞાન નહીં. શેયાર્થ પરિણમે એ સમ્યજ્ઞાન જ નહીં. જયસેન આચાર્યદેવે ટીકામાં બે-ત્રણ અર્થ કર્યા છે, પણ મૂળ સાર આ છે. કેમકે પોતે જ્ઞાનસ્વરૂપ છે તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો પરને જાણતાં- પરને જાણવામાં રોકાતાં જે રાગ થાય તે બંધનું કારણ છે. એક-એક શેયને ભિન્ન-ભિન્ન જાણવા માટે પરિણમે તો તેને જ્ઞાન જ ન કહીએ. તો પછી ક્ષાયિક જ્ઞાન તો શેનું હોય?
અહીંયા એમ કહે છે કે જે પરશેય અર્થે પરિણમે છે તેને સમ્યજ્ઞાન નથી. એટલે એને સર્વજ્ઞપદ પ્રાપ્ત નહીં થાય. પણ જે કોઈ સ્વ-જ્ઞાતા છે તેને લક્ષે જ્ઞાનપણે પરિણમશે, નિર્વિકલ્પ શાંતિપણે પરિણમશે તેને સર્વજ્ઞપદ પ્રાપ્ત થશે. તેને રાગ હોવા છતાં તે રાગ સંબંધીનું જ્ઞાન તેમજ પોતા સંબંધીનું જ્ઞાન થાય છે. એ વાત તો સમજ્ઞાનીની કરી. પણ સ્વજ્ઞાનને છોડીને, પરણેય એટલે આત્મા સિવાય “યમવું' પરણેયને અર્થે પરિણમે છે તે અજ્ઞાની છે.
“. તેને સકળ કર્મવનના ક્ષયે પ્રવર્તતા સ્વભાવિક જાણપણાનું કારણ (ક્ષાયિકજ્ઞાન) નથી;... ' ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર લોકાલોકને જાણે છે પણ (ખરેખર તો) સ્વને જાણવાના જ્ઞાનના પરિણમનમાં એ જણાય જાય છે. ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાય જણાઈ જાય છે.
.કારણકે દરેક પદાર્થરૂપે પરિણતિ દ્વારા મૃગતૃષ્ણામાં જળસમૂહની જેમ ઝાંઝવામાં પાણી નથી છતાં મૃગલા પાણી જાણીને દોડે છે. અહા ! એમ પરશેયને જાણવા (અજ્ઞાની દોડે છે તેને) જ્ઞાન નથી. એ તો પરદ્રવ્યને જાણવા જાય છે ત્યાં રાગ થાય છે. આ.... હા... હા! મૃગલા જેમ ઝાંઝવાના પાણી દેખીને પાણી માટે દોડયો જાય છે, એમ ભગવાન આત્માનું જ્ઞાન, સ્વ-પરને જાણવાનું છે એ સ્વ તરફ ઢળીને જાણે તો તો સ્વ-પરનું યથાર્થજ્ઞાન થાય. પરંતુ સ્વને ભૂલીને પરણેયને જાણવાના પ્રયોજનપણે તો તેને જ્ઞાન જ નથી. આવી વાત હવે!
ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ પ્રભુ જ્ઞાતા.... “પરિગમ િણેયમવું ખાવા' ! આહા!