________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૩૧
[ ] પ્રવચનસા૨ ૩૩ ગાથાનો ભાવાર્થ છે. શું કહે છે ? ‘ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ ‘કેવળી’ કહેવાતા નથી..., આહા... હા ! કેવળી ભગવાન સર્વ પદાર્થોને જાણે છે માટે તેઓ કેવળી કહેવાતા નથી ‘...પરંતુ કેવળ અર્થાત્ શુદ્ધ આત્માને જાણતાં...’ ભગવાન આત્મા ! શુદ્ધ ચૈતન્ય વસ્તુ તેને ‘...જાણતા-અનુભવતાં હોવાથી તેઓ ‘કેવળી’ કહેવાય છે'. આહા... હા ! કેવળી સર્વજ્ઞ ૫રમાત્મા લોકાલોકને જાણે છે, માટે કેવળી કહેવાય છે–એમ નથી. કારણ કે લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો વ્યવહા૨ છે. પોતાનો ભગવાન આત્મા ! અનંત... અનંત... ગુણનો દરિયો– સાગર પ્રભુ છે તેને તે જાણે છે. માટે કેવળી કહેવાય છે. કેવળ ( અર્થાત્ ) એકલો ભગવાન આત્મા જ્ઞાનમાં જણાય છે માટે તેને કેવળી કહેવામાં આવે છે. (પેઈજ નં. ૧૬૯ )
[ ] અહીં કહે છે કે- જન્મ મરણથી છૂટવું હોય તો પ્રભુ ! તારા ભાવશ્રુતજ્ઞાન દ્વારા તું ત્રિકાળી ભગવાનને જો ! એને જાણ તો તને સમકિત થશે અને તેનાથી જન્મ-મરણનો અંત આવશે. આહા... હા ! તારા જ્ઞાનની પર્યાયમાં તું ૫૨ને શેય બનાવે છે એ તો અનાદિથી બનાવ્યું, એ કાંઈ તું નહીં. હવે જ્ઞાનની પર્યાયમાં તું તને ત્રિકાળ સ્વભાવને શેય બનાવ ! આહા.. હા ! આ તે કઈ વાત ! ભગવાનની વાત છે પ્રભુ ! આહા.. હા ! ભગવાન ભગવાન થવાની વાત કરે છે. (પેઈજ નં. ૧૬૮ )
[ ] ‘કેવળ (શુદ્ધ) આત્માને જાણનાર...’ હવે કહે છે કે –ભગવાન સર્વશ પ્રભુ પોતાનો એકલો પૂર્ણ શુદ્ધ આત્મા તેને જાણે છે માટે કેવળી કહેવાય છે. કેવળ એકને જાણે માટે કેવળી છે. આહા.. હા ! એ પ્રમાણે ‘...કેવળ ( શુદ્ધ ) આત્માને જાણનાર...' અર્થાત્ શુદ્ધ સ્વરૂપ જે આત્મા એકલા ધ્રુવ સામાન્ય ત્રિકાળને જાણનાર –અનુભવનાર શ્રુતજ્ઞાની પણ ‘શ્રુતકેવળી’ કહેવાય છે. (પેઈજ નં. ૧૬૯ થી ૧૭૦)
[ ] ‘વળી પોતાથી અભિન્ન એવા સમસ્ત જ્ઞેયાકા૨ો રૂપે,...' ( અર્થાત્ ) જ્ઞાન જે શેયોને જાણે છે ને ! એ જ્ઞાન શેયાકારરૂપે થયું છે, એ જ્ઞાનાકાર છે. સમસ્ત શેયાકા૨ોરૂપે પરિણમેલું જે જ્ઞાન તે-રૂપે સ્વયં પરિણમના૨ને કાર્યભૂત સમસ્ત શેયાકારોના કા૨ણભૂત સર્વ પદાર્થો જ્ઞાનવર્તી જ કથંચિત્ છે. ( અર્થાત્ ) આ જ્ઞાન બધા શેયાકારોને જાણે છે, તેથી તે શેયાકાર થયેલું જ્ઞાન– જાણે કે ૫૨નું જ્ઞાન છે, ( જાણે કે ) ૫૨ એમાં આવી ગયા ! એમ કચિત્ વ્યવહારથી કહેવામાં આવે છે. લોકાલોકના જ્ઞેયોનું જ્ઞાન (થતાં ) એ શેયાકા૨ જાણે શાનાકારમાં આવી ગયા એમ કથંચિત્ વ્યવહા૨થી કહેવામાં આવે છે. બાકી ખરેખર તો શેય જ્ઞેયમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. (પેઈજ નં. ૨૦૨ )
[ ] ‘(સ્વને ૫૨) એવા બે ભેદને લીધે’ ... બે ભેદ એટલે શું? જાણવા લાયક દ્રવ્ય આત્મા અને પર ‘એવા બે ભેદને લીધે બે પ્રકારનું છે' શેય બે પ્રકા૨ના છે – જાણનાર તે સ્વ-શેય અને ૫૨ શેય એવા બે પ્રકારના શેય છે. જ્ઞાન સ્વપ૨ શાયક હોવાથી શેયનું એવું દ્વિવિધપણું માનવામાં આવે છે. (પેઈજ નં. ૨૦૯ )
[] આત્માના જ્ઞાનમાં જણાય તે જ્ઞાન પણ પરિણામવાળું છે અને શેયો જે જ્ઞાનમાં