________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૦૨૭ “આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થોને શેય સ્વભાવ છે એવા જ્ઞાન શેય સ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી શકાય છે;” જેઓ ! તે તો ઉપચાર- વ્યવહારથી કહેવામાં આવે છે. ઉપચાર કહો,
વ્યવહાર કહો, અયથાર્થ કહો (બધું એકાર્થ છે). (પેઈજ નં.૧૦૨) [ ૯ ] સમકિતીને સમ્યક મતિ અને શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનની પર્યાય ભલે પરોક્ષ હો;
સર્વજ્ઞની પર્યાય બધાને પ્રત્યક્ષ દેખે, અને શ્રુતજ્ઞાનની પર્યાય પણ બધાને પરોક્ષ દેખે. છતાં પણ પરને દેખવા માટે પોતાની પર્યાય પરમાં જતી નથી. આ.. હા.. હા..! સમકિતીને ભક્તિ, દયા-દાનનો રાગ આવ્યો, તેનું જ્ઞાન કરવાથી જ્ઞાનની પર્યાય રાગને સ્પર્શતી નથી; અને રાગ પણ પોતાની જ્ઞાનની પર્યાયને સ્પર્શતો નથી. તેમ છતાં પણ જ્ઞાનની વિચિત્રતાને (લઈને) જ્ઞાન રાગને જાણે છે. જ્ઞાન જાણે છે તો વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે- જ્ઞાન ત્યાં ગયું (અથવા) રાગનું જ્ઞાન થયું તો રાગ અહીં આવ્યો..
(પેઈજ નં. ૧૧૭) [ઉ] પ્રવચનસાર ૨૯ મી ગાથાનો ભાવાર્થ- અહીંયા કેવળજ્ઞાનની વાત સિદ્ધ કરે છે.
કેવળજ્ઞાન છે એ સર્વ લોકાલોકને જાણે છે, છતાં એ જ્ઞાન લોકાલોકમાં પેસતું નથી. એક ન્યાયે જ્ઞાન બધાને જાણવા પહોંચી વળે છે – એ અપેક્ષાએ એમ પણ કહેવાય કે – લોકાલોક જ્ઞાનમાં અંદર આવી ગયા હોય અથવા જ્ઞાન લોકાલોકમાં પેઠું હોય એમ વ્યવહારથી કહેવાય. ઝીણી વાત છે ભાઈ !
રાગનો સ્વાદ એ પુદ્ગલનો સ્વાદ છે. એમ અહીંયા આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન થયું એ પણ રાગને જાણે પણ રાગમાં જ્ઞાન પેસે નહીં. છતાં જ્ઞાન રાગને જાણે છે તો એમ લાગે જાણે જ્ઞાન (રાગમાં) પહોચ્યું હોય!
એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે, આવી વાતું છે. (પેઈજ નં. ૧૧૯) [ ] . એ કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે શેય પદાર્થોને સ્પર્શતો નહીં
હોવાથી નિશ્ચયથી તો તે જોયોમાં અપ્રવિષ્ટ છે' ...ખરેખર તો એ શેયને અડતો નથી, માટે જ્ઞાન શેયમાં પેસતું નથી. હવે વ્યવહારથી વાત કરે છે ....તોપણ જ્ઞાયક દર્શન શક્તિની' ભગવાન આત્મામાં જાણવા દેખવાની કોઈ અચિંત્ય શક્તિ છે. પોતાના અલ્પ ક્ષેત્રમાં રહેતા તે અનંતને જાણે ! પોતાના અલ્પષેત્રમાં રહેતા જ્ઞાન એક સમયમાં અનંતને જાણે, ત્રણકાળને જાણે.
- જ્ઞાયક દર્શક શક્તિની કોઈ પરમ અદ્ભૂત વિચિત્રતાને લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત શેયાકારોને જાણતો-દેખતો હોવાથી લોકાલોકના સર્વ અનંત શેયોને ભગવાનનું જ્ઞાન જાણતું હોવાથી, વ્યવહારથી આત્મા સર્વ દ્રવ્ય -પર્યાયોમાં પેસી જાય છે એમ કહેવાય છે.
(પેઈજ નં. ૧૨૪) [ ] એમ ભગવાન આત્મા! અનંત શેયોને જાણતાં, કર્તા અંશ આત્મા અને કરણ અંશ જ્ઞાન
વડે કરીને, કારણભૂત જે પદાર્થ એટલે જાણવાનું જે કાર્ય થયું એ કાર્યનું કારણ પદાર્થ છે.