________________
૨૨૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આવા બને સ્વભાવ તેમાં એકીસાથે રહેલા છે. તેને અહીં પરિણમ્ય-પરિણામકત્વ' શક્તિ કહી છે.
આત્માની શક્તિનું અહીં આ સૂક્ષ્મ વર્ણન છે. આત્મા પરનો કર્તા થાય અથવા પર વડે આત્માનું કાર્ય થાય એવો તો આત્માનો સ્વભાવ નથી. પરંતુ સર્વ શેયાકારોનેજે શેય વસ્તુઓ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે; તેમજ પરના પ્રમાણમાં પ્રમેય થવાની અર્થાત્ પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામ પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં સ્વ અને પર એમ બે વસ્તુઓ સિદ્ધ કરી છે. એકલો પર પરબ્રહ્મસ્વરૂપ આત્મા જ છે એમ નહિ, તથા એકલા પરશેયો છે એમ પણ નહિ. અહા! શેયો (જીવ-અજીવરૂપ) પણ અનંત છે અને જ્ઞાનરૂપી આત્મા જે પ્રમાણ-પ્રમેય સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે.
આહા.... હા ! આત્મામાં અનંત શક્તિ, અનંત ગુણ, અનંત સ્વભાવ ભર્યા છે. તેમાં એક પ્રમાણ નામની શક્તિ-સ્વભાવ છે. તેનું કાર્ય શું? તો કહે છે-સ્વર સર્વ શેયાકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. અહીં સર્વ શેયાકારો કહ્યા તેમાં પોતાનો આત્મા પણ એક શેયાકાર તરીકે આવી ગયો. તેથી જો કોઈ એમ કહે કે આત્મા પરને જાણે પણ સ્વને ન જાણે તો તેની એ વાત જૂઠી છે, કેમ કે આત્મામાં સ્વ-પરને જાણવારૂપ આ પ્રમાણ શક્તિ છે. વળી કોઈ એમ કહે કે આત્મા સ્વને જાણે, પણ પરને ન જાણે તો તેની એ વાત પણ જૂઠી છે, તેને આત્મામાં સ્વપરને જાણવારૂપ પ્રમાણ શક્તિ છે તેની ખબર નથી.
(૧૫ મી-પરિણમ્ય-પરિણામકત્વશક્તિ, પેઈજ નં.-૮૩) [ ૯ ] દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અનંતા જોયો પોતાના જ્ઞાનમાં પ્રમાણમાં ગ્રહણ થાય અને સ્વ
પર પ્રમાણજ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ ! અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેને પોતે પોતાના જ્ઞાનમાં જાણે તથા અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેના જ્ઞાનમાં પોતે પોતાના જ્ઞાનાકારો-પ્રમેય થઈ જણાય એવો પોતાનો-આત્માનો સ્વભાવ છે. ભગવાન ! તારા આવા સ્વભાવ-સામર્થ્યને જાણ્યા વિના તું અનંતકાળ ચાર ગતિમાં રઝળી મર્યો છે. જો તારા સ્વભાવ-સામર્થ્યનો મહિમા તું સમજે સ્વીકારે તો સંસારપરિભ્રમણના દુઃખનો અંત આવે એવી આ વાત છે. આહાહા...! તારી એકેક પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન કરવાની ને સ્વ-પરનું શેય થવાની અભૂત શક્તિ પડી છે. આ સમજીને અંતર્મુખ થાય તો “મને આત્મા કેમ જણાતો નથી” એવો સંદેહ મટી જાય, એવી શંકા રહે જ નહિ. એકલા પરને જ જાણવા-માનવારૂપ જે પ્રવર્તે છે તેને આત્મા જણાતો નથી; બાકી સ્વ-પર બન્નેને જાણે એવું ભગવાન આત્માનું સહજ સ્વભાવસામર્થ્ય છે. (૧૫ મી પરિણમ્ય-પરિણામકત્વશક્તિ, પેઈજ નં.-૮૪)