________________
૨૧૮
છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે.
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
(૧૧ મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં. - ૬૯ )
[ ] ભગવાન ! તું તો ચૈતન્યમય અમૂર્તિક પ્રદેશોનો પુંજ છો ને પ્રભુ ! આહાહા... ! તારા સ્વચ્છ ઉપયોગમાં જડ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કાંઈ જડ મૂર્તિક આકારરૂપ થઈ જતો નથી. તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકાર એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. શેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. જ્ઞાન તો શાનાકાર જ છે, તે જ્ઞાનાકાર-સ્વ-આકા૨ ૨હીને જ અનેક ૫૨ શેયાકા૨ોને જાણે છે. અહા ! લોકાલોકને જાણતાં અનેકાકારરૂપ ઉપયોગ છે તે જ્ઞાનાકાર-સ્વ-આકારરૂપ છે અને તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત !
કેવી છે સ્વચ્છત્વશક્તિ ? તો કહે છે- ‘અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અનેકાકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ-શક્તિ. ' અહા ! સ્વસ્વરૂપના આશ્રયપૂર્વક સ્વચ્છતા પરિણત થતાં જ્ઞાનની ઉપયોગની એવી કોઈ નિર્મળતા-સ્વચ્છતા થાય છે કે એના પરિણમનમાં લોકાલોકમૂર્તિક અને અમૂર્તિક એમ બધુંય-તેમાં અમૂર્તિક આત્મપ્રદેશોમાં ઝળકે છે, પ્રતિભાસે છે, જણાય છે. અહા ! અંતર્મુખ ઊંડા ઊતરીને જુએ તો અંદર આવાં વિસ્મયકારી અદ્ભુત ચૈતન્યનાં નિધાન પડયાં છે;
‘જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.
"
જોયું ? સ્વચ્છત્વ દર્પણનો સ્વભાવ-શક્તિ છે, અને તેની પર્યાયમાં ઘટ-પટ આદિ પદાર્થો પ્રકાશે-પ્રતિભાસે છે. ત્યાં ઘટ-પટ આદિ પદાર્થો કાંઈ દર્પણમાં જતા નથી, પેસતા નથી, પણ એ તો ઘટ–પટ આદિ સંબંધી અરીસાની સ્વચ્છતાની પર્યાય જોવામાં આવે છે. અરીસાની સામે અગ્નિ હોય કે બરફ હોય, અરીસામાં તે તે પ્રકારના પ્રતિભાસરૂપ પ્રતિબિંબ દેખાય છે. ત્યાં વાસ્તવમાં કાંઈ અરીસામાં અગ્નિ કે બ૨ફ નથી. ફક્ત સામે જે જે પદાર્થ છે તે પ્રકા૨ની અરીસાની સ્વચ્છતાની પર્યાય અરીસામાં દેખાય છે. ખરેખર અરીસામાં અગ્નિ કે બ૨ફ નથી દેખાતો, પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે જે દેખાય છે. તેવી જ રીતે ભગવાન આત્માની સ્વચ્છત્વશક્તિ પરિણમતાં તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે. અહા ! આવી જ સ્વચ્છત્વ શક્તિની નિર્મળ પર્યાય છે.
અહાહા... ! ભગવાન ! તું કોણ છો ? અહાહા...! લોકાલોકનો અરીસો એવો ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. અહા ! તારી સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટ ઝળકેપ્રતિભાસે છે કે જાણે લોકાલોક તેમાં (–ઉપયોગમાં ) પેસી ગયા હોય ? પણ ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી, લોકાલોક તો બહા૨ જ છે, પણ આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા પ્રતિભાસસ્વરૂપે પરિણમ્યો છે. અહા ! લોકાલોક