________________
૨૧૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
જોઈએ. પણ એમ છે નહિ. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઈ, સ્વદ્રવ્યને જ કારણપણે ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, અને તેમાં જગત
આખું શેયપણે ઝળકે છે..... (૧૦ મી સર્વજ્ઞશક્તિ, પેઈજ નં.-૬૧) [ 0 ] ઓહો ! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓનો ભંડાર એવા ભગવાન
આત્માને અસંખ્ય પ્રદેશો છે તે અમૂર્તિક છે. આહાહા....ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. સમજાણું કાંઈ? અહા ! તે પ્રદેશોમાં, પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કહ્યાં તેમાં જડ ને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. જડ પુગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જડ મૂર્તિક પદાર્થો કાંઈ આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની
સ્વચ્છત્વશક્તિનો સ્વભાવ છે. (૧૧મી સ્વચ્છત્વશક્તિ - પેઈજ નં. - ૬૭) [ કુ ] અહીં કહે છે ભગવાન આત્માના પ્રદેશો અમૂર્તિક છે. તેમાં મૂર્તિ દ્રવ્ય આવતું પેસતું નથી.
હા, પણ મૂર્તિકની જ્ઞાનમાં પ્રતિછાયા તો પડે છે ને?
ના, આ સામે લીમડો છે તો શું જ્ઞાનમાં લીમડાનો આકાર આવે છે? ના, લીમડો (કલેવર) તો જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળો મૂર્તિક પદાર્થ છે. તે મૂર્તિક પદાર્થ અમૂર્તિક ચૈતન્યપ્રદેશોમાં આવતો-પેસતો નથી; ને તે મૂર્તિક પદાર્થ સંબંધીનું જ્ઞાન અહીં પોતાથી જ પરિણમે છે. જો જડ શેયાકાર જ્ઞાનમાં પેસે તો જ્ઞાન જડ થઈ જાય, પણ એમ છે નહીં. મૂર્તિક પદાર્થને જાણતાં જ્ઞાનની પર્યાય મૂર્તિક થઈ જાય એમ ત્રણકાળમાં નથી. અમૂર્તિક ચૈતન્યપ્રદેશો મૂર્તિક કેવી રીતે થાય?
(૧૧મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં.-૬૮) [ ૩ ] આત્માના પ્રદેશોમાં લોકાલોકના આકારોથી અનેક આકારરૂપ ઉપયોગ પરિણમે છે.
એવો ઉપયોગ તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. સ્વ અને પાર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ-પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ-વિકલ્પને જ્ઞાનાકાર કહે છે.
(૧૧ મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં.-૬૮) [ ] દર્શન નિરાકાર-નિર્વિકલ્પ છે, ને જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જડનો
આકાર આવે છે વા તે પરના જડના આકારરૂપે થઈ જાય છે એમ તેનો અર્થ નથી. સ્વ અને પરને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. જ્ઞયાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવેલ છે. વિશ્વના સમસ્ત શેયાકારોને જાણવાપણે વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા