________________
૨૧૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
જ્ઞાનની દશા તેને પોતાની જાણે છે. અહા ! પરક્ષેત્ર-પરણેયસંબંધી જે પોતાનો જ્ઞાનાકાર એ તો પોતાના જ સ્વભાવરૂપ છે એમ જાણતો ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. અર્થાત્ ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તોપણ તે પોતાના સ્વક્ષેત્રમાં આનંદમાં જ રહે છે.
(પરિશિષ્ટ-પેઈજ નં.-૪૩૦) [ 0 ] “પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું
પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે.” જોયું? શું કીધું? કે પરક્ષેત્રના નિમિત્તે અહીં (આત્મામાં) જે જ્ઞાન થાય તેને હું પોતાનું માનું તો પરદ્રવ્યમાં વ્યાપી જાઉં. હું પરદ્રવ્યમય થઈ જાઉં એમ એકાંત કલ્પના વડે અજ્ઞાની પરક્ષેત્રને છોડતાં સાથે પોતાના ચૈતન્ય-આકારોને જ્ઞાનની દશાને પણ છોડી દે છે. આ રીતે તે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થયો થકો નાશ પામે છે.
- જ્યારે, “સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, શેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.”
(પરિશિષ્ટ- પેઈજ નં.-૪૩૧) [] અહાહા....જોયું? શેયાકાર-શેય જણાતાં જે આકાર થાય છે, જ્ઞાની જાણે છે કે મારા
જ્ઞાનનો આકાર છે, શેયનો નહિ ને શેયને લઈને પણ નહિ. જ્ઞાનભાવનું થવું તે મારો સહજ સ્વભાવ છે એમ જાણતો અને સ્વભાવથી જ પરિણમતો જ્ઞાની પોતાને નાશ પામવા દેતો નથી, જિવિત રાખે છે. અહા! આ ચૌદ બોલમાં તો આચાર્યદેવે ચૌદ ગુણસ્થાનના ભાવો પ્રગટ કર્યા છે. આચાર્યદેવની કોઈ અભુત શૈલી છે.
(પરિશિષ્ટ - પેઈજ નં.-૪૪૪)
છે જ્ઞાનની એવી તાકાત છે કે સ્વસમ્મુખ થઈને આખા શુદ્ધ આત્માને સ્વસંવેદનમાં ૯
લ્ય છે. સ્વસમ્મુખ થઈને શુદ્ધાત્માને જેણે ધ્યેયરૂપ કર્યો તે શુદ્ધનય છે, તે જ્ઞાન જ છે. શુદ્ધનય અને તેનો વિષય તે બંને એકાકાર થયા છે તેને જ “શુદ્ધનય’ કહી દીધો છે. આવા આત્માને પ્રતીતમાં-અનુભવમાં લેવાની તાકાત જ્ઞાનની જ છે, રાગમાં તે તાકાત નથી. જ્યાં જ્ઞાન શુદ્ધનયરૂપ પરિણમતું અંતરમાં વળ્યું ત્યાં સમસ્ત પરદ્રવ્યોની ચિંતા અલોપ થઈ ગઈ, વિકલ્પો શમી ગયા ને આનંદનું વેદન રહ્યું. આવા સામર્થ્યવાળું જ્ઞાન તે આત્માનું લક્ષણ, તે આત્માનો ધર્મને 5. તેમાં જ આત્માની પ્રસિદ્ધિ છે. (આત્મધર્મ અંક ૨૫૪, પેઈજ ૧૮-૧૯) a