________________
૨૧૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે તે એનો પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતાં, એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને શેયાકા૨ો રહિત એક આકારૂપ કરવા ઈચ્છતો થકો તે પર્યાયનો નાશ કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
‘અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકા૨૫ણું માને છે.’
[ ] શું કીધું ? અનંતને જાણવું એ તો વસ્તુનો-પર્યાયનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકા૨૫ણું છે ત્યાં મલિનતા કેવી ? જ્ઞાનમાં અનંતુ જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળજ્ઞાનમાં જણાય છે કે નહિ ? અહીં મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં અનંતુ જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતુ જણાય છતાં પર્યાય તો એક જ્ઞાનરૂપ જ છે, શેયરૂપ થતી નથી, અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાન્તી વસ્તુનેજ્ઞાનને સમ્યક્ પ્રકારે જાણે–અનુભવે છે. (પરિશિષ્ટ - પેઈજ નં.-૪૧૭)
[ ] આહાહા.....! શું કીધું ? કે એકાન્તવાદી ભિન્નક્ષેત્રમાં-૫૨ક્ષેત્રમાં રહેલા શીરાદિ શેયપદાર્થોને જાણતાં મારી પર્યાય શરીરાદિના ૫૨ક્ષેત્રરૂપ થઈ ગઈ એમ માને છે. ૫૨શેયોને જાણવારૂપ આકારે પોતાની જ પર્યાય થઈ છે એમ ન માનતાં, જાણવાપણે પ્રવર્તતા જ્ઞાનને આત્માને બહાર પડતો માનીને અજ્ઞાની પોતાના અસ્તિપણાનો લોપ કરે છે, નાશ કરે છે. અહા ! પોતામાં જે ૫૨શેયનું જ્ઞાન થાય તે ૫૨ને લઈને છે એમ માનનાર અજ્ઞાની પોતાને ૫૨ક્ષેત્રરૂપ જ કરે છે; તે સ્વક્ષેત્રનો નાશ કલ્પીને પોતાનો નાશ કરે છે. (પરિશિષ્ટ - પેઈજ નં.-૪૨૮) [] શું કહે છે? આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે ૫૨ક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. ૫૨ક્ષેત્રને જાણવાપણે જ્ઞાનાકાર થયો તે સ્વક્ષેત્રસ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે; એમાં કાંઈ ૫૨ક્ષેત્ર પેસી ગયું છે કે પોતે ૫૨ક્ષેત્રમાં ગયો છે એમ નથી. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, ૫૨ક્ષેત્રમાં રહેલા શેયપદાર્થોનું જે પોતાનું જ્ઞાન તેને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ માનીને અજ્ઞાનીએકાંતવાદી શેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને નિજ જ્ઞાનાકારોને પણ વમી નાખે છે, છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાનાકારોથી તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે. (પરિશિષ્ટ - પેઈજ નં.-૪૨૯) [] સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કા૨ણે થાય છે એમ નથી; જ્ઞાનની દશામાં તે કાળે સ્વ-૫૨નું ને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી ને થાય છે. અગ્નિ તો તે કાળે નિમિત્ત-બીજી ચીજ છે બસ. પરંતુ અજ્ઞાની જાણે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘુસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાનની દશા તેને છોડી દે છે, જ્યારે સ્યાદ્વાદી-શાની તો નિજ અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો, ૫૨ક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો ૫૨ક્ષેત્રથી લક્ષ છોડતાં છતાં ૫૨ક્ષેત્રસંબંધી જે પોતાની