________________
૨૧૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (જાણે ! એક જ્ઞાનની પર્યાયનું જ અસ્તિત્વ છે). [ ] અહા ! એક વખત તો એમ ( અંદરમાં) આવ્યું હતું કે જાણે ) જ્ઞાનની પર્યાય જે છે
તે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક ( જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે. એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણેકાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્યગુણ-પર્યાય બધું એક સમયમાં જણાય છે. આખું જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી.
(પેઈજ નં-૪૭) [ ] અહા!ચૈતન્યપ્રકાશનો પૂંજ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે; એના જ્ઞાનમાં શેયપણે
જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. પોતાની સ્વપરપ્રકાશક જ્ઞાનદશા છે તે એને જણાય છે; અને તે જ્ઞાનપણે જ આત્મા છે, પરશેયપણે આત્મા નથી; પરશેયપણે તો આત્મા અતસ્વભાવી છે.
(પેઈજ નં-૩૫૦) [ 3 ] વળી જ્ઞાનની પર્યાયમાં પરણેય જણાય છે માટે પરવસ્તુ શેયપણે પરિણમે છે એમ પણ
નથી. અહાહા....! શેય પ્રમાણ જ્ઞાન છે માટે ય પરિણમે છે તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. જેમાં શેયો ઝળકે છે તે જ્ઞાન પોતાના સહજ પરિણમનસ્વભાવથી જ પરિણમે છે.
(પેઈજ નં-૩૫૩૫૧) [ s ] જુઓ, આ અરીસો છે ને? તે અરીસા સામે શ્રીફળ, ગોળ, કોલસા આદિ જે મૂકયું હોય
તેવું અરીસામાં દેખાય છે. ત્યાં (ખરેખર તો) અરીસાની પોતાની અવસ્થારૂપે અરીસો થયો છે, અરીસો (શ્રીફળ, ગોળ આદિ) પરરૂપે થયો નથી. જે ( પ્રતિબિંબ ) દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અને તે સામે જેવી પર ચીજ છે તેવી થવા છતાં, પરચીજથી થઈ નથી. તેમ જ્ઞાનમાં જે શેય જણાય છે તે જ્ઞાનની જ અવસ્થા છે, જેવું શેય છે તેવું જણાય છે છતાં તે શેયથી થઈ નથી, શેયકૃત નથી. જ્ઞાન જ પોતાની અવસ્થાએ તેપણે થયું છે. સમજાણું કાંઈ...?આ ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે. પણ અરે ! ભ્રાન્તિવશ લોકોને બેસતી નથી!
(પરિશિષ્ટ, પેઈજ નં - ૩૭૧) [ ] જુઓ, અજ્ઞાની જીવો એમ માને છે કે જે જ્ઞાનમાં પરક્ષેત્રના શેયાકારો જણાય છે તેને છોડી
દઉં તો મારા ક્ષેત્રમાં હું આવી રહ્યું, પરંતુ પરક્ષેત્રને જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણતાં જ્ઞાનમાં પરક્ષેત્રના આકારે જે જ્ઞાન થયું એ તો જીવનું સ્વરૂપ છે. પરક્ષેત્રના જ્ઞાનપણે પરિણમે એ તો જ્ઞાનનું સ્વરૂપ છે. એમાં પરક્ષેત્ર ક્યાં આવ્યું છે? અને જ્ઞાન પરક્ષેત્રમાં ક્યાં ગયું છે? તું તો પરક્ષેત્રને જાણવાકાળે પણ તારા સ્વક્ષેત્રમાં બિરાજમાન છો ને પ્રભુ! પણ અજ્ઞાનીને એમ છે કે આ પરક્ષેત્રને જાણનાર જ્ઞાનને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં આવું, તેથી આ રીતે તે પરક્ષેત્રને જાણવાના ત્યાગ વડે જ્ઞાનને