________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૧૧
[] અહા ! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે, આ શરીરાદિ પદાર્થો મારા છે,
શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભભાવો તે જ્ઞેય છે, ૫૨શેય છે; તે તા૨ા કેમ થઈ જાય ? એને તું શેયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે શેયો શેયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. આહાહા....! સમ્યગ્દષ્ટિ ધર્મ પુરુષને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે, તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ઘ સંસા૨ ૨હ્યો નથી. (શ્લોક- ૨૧૭, પેઈજ નં. - ૪૦૩)
પ્રવચન રત્નાકર ભાગ-૧૦
( અજ્ઞાની ના પાડે કે મને જ્ઞાયક જણાતો નથી; છતાં તેની પર્યાયમાં જ્ઞાયક જણાય છે )
[ ] ઝીણી વાત છે પ્રભુ ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ–એક સમયના વિરહ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દૃષ્ટિ ત્યાં જતી નથી.
ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી એની નજર પર્યાય ઉ૫૨ ને રાગ ઉ૫૨ છે એટલે આ શાયકને જાણું છું તે ખોઈ બેસે છે. “અનાદિ બંધને ” અર્થાત્ રાગને વશ પડયો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ હું (મને–જ્ઞાયકને ) નથી જાણતો છતાં પ્રભુ ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હોં ! ગજબ વાત કરી છે ને ? (પેઈજ નં-૪૬)
“સ્વ-૫૨ પ્રકાશક શક્તિ હમારી, તા તેં વચનભેદ ભ્રમ ભારી શેયશક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા ૫૨રૂપા ભાસી.”
[ ] તો કહે છે કે – જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-૫૨ શેયને જાણવાની તાકાત છે અને તેથી તે પર્યાય સ્વને આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે છતાં દૃષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. આ જાણવામાં આવે છે એને જાણતો નથી અને ૫૨ને જાણું છું એવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. ( અર્થાત્ ) એકલો પ૨પ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે.
(પેઈજ નં. ૪૬, ૪૭)