________________
૨૧૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ફેર ] શુદ્ધનયની દૃષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો
નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી.
દરેક વસ્તુનું સ્વરૂપ સ્વયંસિદ્ધ છે, પરથી નિરપેક્ષ સહજ છે; વાસ્તવમાં પર સાથે તેને કોઈ સંબંધ નથી. જુઓ, અહીં કહે છે–શુદ્ધનયની દૃષ્ટિથી, એટલે શું? કે અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભરેલો પોતે નિર્મળાનંદ પ્રભુ છે તેની દૃષ્ટિથી વિચારીએ તો અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આ શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનો ભગવાન આત્મામાં પ્રવેશ નથી. જ્ઞાનમાં એ કર્મ, નોકર્મ આદિ પરદ્રવ્યો પ્રતિભાસે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; અર્થાત્ એમાં પારદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તથા કર્મ, નોકર્મ આદિ જ્ઞાનમાં જાણવામાં આવે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સ્વરૂપ છે; રાગાદિ પરને કારણે ત્યાં જ્ઞાન થાય છે એમ છે નહિ; કેમકે રાગાદિ પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રવેશી શકતાં નથી. ઝીણી વાત છે ભાઈ !
(ગાથા-૩૫૬ થી ૩૬પ, પેઈજ નં.- ૩૯૬) [ ૯ ] ત્યારે કોઈ વેદાંતી પૂછે કે જ્ઞાન શેયોને સ્પર્શ કર્યા વિના કેમ જાણે? એમ કે બધું (સર્વ શેયો) જ્ઞાનસ્વરૂપ જ છે.
એમ નથી ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. તારી ચૈતન્યજ્યોતિ-જ્ઞાનજ્યોતિ પ્રભુ બહાર રહેલી અગ્નિને જાણે, પણ તે કાંઈ અગ્નિમાં પ્રવેશ કરે છે, વા અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. જુઓ, અરિસો હોય છે ને? તેમાં અગ્નિ, બરફ વગેરે ચીજોનો પ્રતિભાસ થાય છે તે અરિસાની સ્વચ્છતાનો સ્વભાવ છે, બાકી અરિસામાં કાંઈ અગ્નિ, બરફ વગેરે પેસી જતાં નથી, કે અરિસો તે ચીજોમાં પ્રવેશતો નથી. તેમ આ ભગવાન આત્મા ચૈતન્ય-અરીસો છે. તેમાં શરીર, મન, વાણી ઇત્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે; પણ તે ચીજો જ્ઞાનમાં પ્રવેશતી નથી ને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. ભાઈ ! પરણેય છે માટે પરશેયોનું જ્ઞાન થાય છે એમ નથી. તથા જ્ઞાનને કારણે પરશેયો વિદ્યમાન છે એમ પણ નથી. પોતામાં પોતાના લક્ષે જ્ઞાનની સ્વપર-પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે. જ્ઞાનનો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ...?
(ગાથા-૩૫૬ થી ૩૬પ, પેઈજ નં.- ૩૯૭) [ ] કહે છે- “આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી.”
આહાહા...! જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવાયોગ્ય શેય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને તે રાગ જ્ઞાનરૂપે થતો નથી. જ્ઞાનમાં શેય કદી પ્રવેશતું નથી, ને જ્ઞાન શેયમાં કદી પ્રવેશતું નથી.
(ગાથા-૩૫૬ થી ૩૬૫, શ્લોક-૨૧૬, પેઈજ નં.-૪૩૨)