________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૧૯ જણાય છે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. અહા ! આવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે અને તે દ્રવ્ય–ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા ! ઉપયોગની સ્વચ્છતાનો એવો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે પરની સામે જોયા વિના જ પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવારૂપે પરિણમી જાય છે.
(૧૧ મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં.-૬૯) [ ] અહીં સ્વચ્છત્વશક્તિની વાત ચાલે છે. જેમ દર્પણમાં ઘટ, પટ આદિ પ્રકાશે છે તે ઘટ કે
પટ આદિ નથી, તે તો દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે; તેમ અમૂર્તિક ભગવાન આત્માના અસંખ્ય અમૂર્તિક ચૈતન્યપ્રદેશો છે, તેમાં લોકાલોકના આકારનો ભાસ થાય છે તે ખરેખર લોકાલોક નથી, એ તો પોતાની સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે. અહો ! લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદ્ભુત ચૈતન્ય અરીસો છે. તે પોતે પોતાને પ્રકાશે ને પરને પણ પ્રકાશે છે. ભાઈ ! જરા સ્થિર થઈને, અને ધીર થઈને તું પોતે પોતાના ચૈતન્ય અરીસામાં અંતર્મુખ જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ દેખાય ને સાથે લોકાલોક પણ જણાય જાય. અહો ! આવો આશ્ચર્યકારી ચૈતન્યચમત્કાર પ્રભુ તું આત્મા છો. માટે હે ભાઈ ! તું પરને જાણવાની આકાંક્ષાથી-આકુળતાથી બસ કર, ને અંતર્મુખ થઈ સ્વરૂપમાં ઠરી જા. અહાહા....! તેથી પરમસુખની પ્રાતિરૂપ આત્મોપલબ્ધિ થશે અને તારા સ્વચ્છ ઉપયોગમાં લોકાલોક સ્વયમેવ ઝળકશે. અહા ! આવું સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે! અહા ! કેવી સ્વચ્છતા!
(૧૧ મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં.- ૭૦-૭૧) [ 0 ] અહા ! આ સ્વચ્છત્વશક્તિ દ્રવ્યના અનંત ભાવોમાં વ્યાપક છે, જેથી દ્રવ્ય સ્વચ્છ, ગુણ
સ્વચ્છ ને સ્વાભિમુખ થયેલી પર્યાય પણ સ્વચ્છ છે; બધું જ સ્વચ્છ-જ્ઞાન સ્વચ્છ, દર્શન સ્વચ્છ, આનંદ સ્વચ્છ, વીર્ય સ્વચ્છ ઇત્યાદિ અનંત સ્વભાવો સ્વચ્છ છે, નિર્મળ છે. ભાઈ ! તારી સ્વચ્છત્વશક્તિ એવી છે કે તારા દ્રવ્ય-સ્વભાવમાં વિકાર સમાતો નથી, ને દ્રવ્યસ્વભાવમાં અભેદપણે પરિણમતાં પ્રગટ પર્યાયમાં પણ વિકાર સમાતો નથી.
(૧૧ મી સ્વચ્છત્વ શક્તિ, પેઈજ નં.- ૭૧) [ ] “પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જોયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના
સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે. થોડી સૂક્ષ્મ વાત છે ભાઈ ! જરા ધ્યાન રાખી સમજવું. પરશેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્ય શક્તિ છે અને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામકશક્તિ છે.
વળી “પરિણામકત્વ' એટલે સામા અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહિ, પણ પોતે સહજ જ શેયપણે સામા જીવના પ્રમાણજ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. પરના જ્ઞાનમાં શેયપણે ઝળકવાનો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. અહા ! આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય.