________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૧૩ તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે.
ત્યારે સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રગત શેયોના આકારરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી અર્થાત્ સ્વસ્વરૂપમાં રહીને પર પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ હોવાથી પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો-પરક્ષેત્ર મારામાં નથી, પરક્ષેત્રથી હું નથી એમ પરથી પોતાનું નાસ્તિત્વ પ્રગટ કરતો અનેકાન્ત જ તેનો નાશ થવા દેતો નથી. આથી વિરુદ્ધ પરક્ષેત્રથી મારું અસ્તિત્વ છે, પરક્ષેત્રથી મને લાભ છે એમ માનનારા જૂઠા છે.
(પરિશિષ્ટ પેઈજ નં.-૩૮૯-૩૯૦) [ કુ ] “જ્ઞાન છે તે જોયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ –દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.”
અહા ! પર્યાયમાં અનેક જોયાકારો જોઈને, એકાન્તવાદીને વસ્તપણે અંદર એકલો હું અખંડાનંદ-નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છું એમ એને પોતાનું એકપણું બેસતું નથી. જાણે સર્વથા હું ખડખંડ થઈ ગયો એમ દેખતો થકો તે જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.
અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, શેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.”
(પરિશિષ્ટ, પેઈજ નં.-૪૧૪) [G ] જુઓ, અરીસામાં સામે કોલસો હોય તો કોલસો જણાય, અને સામે વીંછી હોય તો
વીંછી જણાય. પરંતુ ત્યાં અરીસામાં જે જણાય છે તે (ખરેખર) કોલસો કે વીંછી નથી, એ તો અરીસાની જ અવસ્થા છે. હવે તે અવસ્થામાંથી કોલસો ને વીંછી કાઢી નાખવા માગે તો અરીસાની અવસ્થાનો જ નાશ થઈ જાય, અને તેમ થતાં અરીસાનો નાશ થઈ જાય. તેમ આ આત્મા ચૈતન્ય-અરીસો છે. તે દ્રવ્યરૂપથી કાયમ એકરૂપ રહીને, તેની એક સમયની જ્ઞાનની પર્યાય, પરયોને અડ્યા વિના જ, તેનો આશ્રય લીધા વિના જ અનેક શેયોને જાણવાપણે થાય છે. સામે પરશેયો છે માટે શેયાકારે એનું જ્ઞાન થાય છે એમ નથી; એ તો એની જ્ઞાનની પર્યાયનો એવડો સ્વભાવ છે કે અનંતા શેયાકારોના જ્ઞાનનું પરિણમન પોતાનું પોતામાં પોતાથી થાય છે. અજ્ઞાની તેને કલંક માની ધોઈ નાખવા માગે છે. તે વિચારે છે હું તો એકરૂપ છું, તેમાં આ અનેકતા કેવી ? આ જ્ઞાનની દશામાં પરમાણુ ને નિગોદાદિ બીજા જીવો જણાય છે તે શું? આ તો કલંક છે. એમ માની તે શેયાકારોને દૂર કરવાની ઈચ્છા વડે તે પોતાની સત્તાનો નાશ કરે છે; અહા ! અનંતના જાણવાપણે પરિણમવું એ પોતાની પર્યાયનો સહજ ભાવ છે એમ તે જાણતો નથી !
(પરિશિષ્ટ - પેઈજ નં.-૪૧૫) [ ૯ ] “એકાન્તવાદી જોયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને તેમાંથી
શેયાકારો દૂર કરીને, જ્ઞાનને જોયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે...'
અહા ! પોતાનું જે ટકતું તત્ત્વ તે પર્યાયમાં અનંત શેયાકારોને જાણવાપણે થયું