________________
૨૧૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ [ ] જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી છે. સાકાર એટલે શું? પ્રદેશ અપેક્ષાએ તેને આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર-ક્ષેત્ર છે માટે જ્ઞાન સાકાર છે એમ વાત અહીં નથી.
વળી તેને જેમ જડ-પુદગલને સ્પર્શાદિ સહિત આકાર-મૂર્તિપણું હોય છે તેવો મૂર્ત આકાર છે એમ પણ નથી, કેમ કે આત્મા તો ત્રિકાળ અરૂપી અમૂર્તિ જ છે. તેથી પુદ્ગલની જેમ મૂર્તપણું નહીં હોવાથી જ્ઞાન અરૂપી અનાકાર-નિરાકાર જ છે. તો સાકાર કેવી રીતે છે? આહાહા...! જ્ઞાનમાં સ્વ-પર સહિત ચેતન-અચેતન સમસ્ત પદાર્થોને વિશેષપણે આકારો સહિત જાણવાનું વિશેષ-અસાધારણ સામર્થ્ય છે તેથી તે સાકાર છે. આ પ્રમાણે
-પુદગલની જેમ મૂર્તિક નહીં હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર-અનાકાર છે. -અરૂપી આકાર-ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે, પણ એ વાત અહીં નથી.
-સ્વ-પરને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ અહીં વાત છે.
અહા ! ભેદને વિષય નહીં કરતી હોવાથી દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે, અને ભેદ-અભેદ સર્વને જાણી લેતું હોવાથી જ્ઞાન સાકાર છે.
અહા! સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, ત્રિકાળી ધ્રુવને જાણે છે, સાથે એના અનંતા ગુણોને ને અનંતી પર્યાયોને જાણે છે, ને અંતરંગમાં પ્રગટ થયેલી અતીન્દ્રિય આનંદની લહરને પણ જાણે છે. ભલે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય, શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ સામર્થ્ય એટલું છે કે તે પોતાના ત્રિકાળી દ્રવ્યને, ત્રિકાળી ગુણોને અને પોતાની અનંત પર્યાયોને જાણે છે અને અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાયને બધાને જ્ઞાનની પર્યાય જાણી લે છે.
આહાહા...જાણવાનો જેનો અક્ષય અપરિમિત સ્વભાવ છે તે કોને ન જાણે? આહાહા...! જ્ઞાન પોતે પોતામાં જ સ્થિત રહીને સર્વને જાણી લે છે. અહા! આવી સાકાર ઉપયોગમયી જીવમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ છે. અહા ! આવી શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા લાવી અંતરમાં એની રુચિ કરે તેને કેવળજ્ઞાનની શંકા રહે નહિ.
(પેઈજ નં. ૨૮-૨૯) [ ૯ ] પરને જાણતો નથી એમ કયાં વાત છે? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી, પરમાં
તન્મય થઈને પરને જાણતો નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસભૂત વ્યવહારનય છે. જેમાં પરલોકાલોક ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે.
(પેઈજ નં.- ૬0) [ ] .....જગત છે માટે કેવળજ્ઞાન પ્રગટયું છે એમ નથી. જગત તો ત્રિકાળ અનાદિ-અનંત
છે. જો તેને લઈને જ્ઞાન થતું હોય તો અનાદિથી જ પ્રત્યેક જીવને કેવળજ્ઞાન હોવું