________________
૨૦૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ઉ] જુઓ, સાંખ્યમત આદિ અન્યમત છે તે સામાન્યને માને છે, પરંતુ વિશેષને માનતો
નથી. ચેતના જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છે એમ ચેતનાના યથાર્થ સ્વરૂપને માનતા નથી. તેથી એવા એકાન્તનો પરિહાર કરવા માટે જેમ વસ્તુ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે તેમ તેને પ્રતિભાસનારી ચેતના પણ દષ્ટાપણે સામાન્ય અને જ્ઞાતાપણે વિશેષરૂપ છે એમ અહીં દર્શાવ્યું છે. ચેતના ગુણ-શક્તિ-સ્વભાવ છે અને તેનાં દર્શન અને જ્ઞાન બેરૂપ છે એમ યથાર્થ માનવું.
(ગાથા-૨૯૮, ૨૯૯, પેઈજ નં.-૪૫૭) [] એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પરિપૂર્ણ છે. એ પર્યાયમાં પોતાના દ્રવ્ય-ગુણ અને
ત્રણે કાળની પર્યાયનું તથા છયે દ્રવ્યોનું જ્ઞાન આવે છે. પણ પર્યાયમાં દ્રવ્ય-ગુણ કે છે દ્રવ્યો આવતાં પ્રવેશતાં) નથી. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ “આ હું છું એવું ધ્રુવના અસ્તિત્વનું અને “આ હું નથી' – એમ રાગાદિકનું જ્ઞાન આવે છે, પણ રાગાદિ પદાર્થો કાંઈ એમાં આવતા ( પ્રવેશતા) નથી, ભિન્ન જ રહે છે. આ પ્રમાણે સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમતા જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં રાગાદિ પરભાવો પોતાનાથી ભિન્ન ભાસે છે.
(ગાથા-૨૯૮, ૨૯૯, પેઈજ નં.-૪૭૦) [ ] સમયસાર ગાથા ૧૭-૧૮ માં આવે છે કે આબાલગોપાળ સર્વને તેમની જ્ઞાનની
પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. શું કીધું? ભાઈ ! તારી જ્ઞાનની દશામાં સ્પશેય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા તો જણાઈ રહ્યો છે. પણ શું થાય? એની દૃષ્ટિ એના ઉપર નથી. એની દૃષ્ટિ બહાર પર-રાગ ને નિમિત્તાદિ ઉપર છે. આહા ! એની બહિરાત્મદષ્ટિ છે અને તેથી તેને પરનું-રાગાદિનું અસ્તિત્વ ભાસે છે. પણ જ્યારે એ જ ગુલાંટ મારીને અંદરમાં પૂર્ણાનંદના અસ્તિત્વને દેખે છે ત્યારે હું આવો શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એમ એને આત્માની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. એ જ સાધકભાવ છે અને એ જ રાધ છે.
(ગાથા-૩૦૩, ૩૦૪, પેઈજ નં.-૪૮૪) [ ] “સમસ્ત શેયાકારોને ગૌણ કરતું એટલે શું? કે લોકાલોકને જાણે છે પણ લોકાલોકમાં
તે તન્મય નથી. નિશ્ચયથી કેવલજ્ઞાન પોતાની પર્યાયને જાણે છે કે જેમાં લોકાલોક જણાય છે. લોકાલોકને જાણે છે એમ કહેવું એ અસભૂત વ્યવહારનય છે.
વળી લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમેય નથી. એ તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે પોતાથી જ ષટ્કરકરૂપ થઈને લોકાલોકને જાણતી થકી પ્રગટ થાય છે. અહા! કેવલજ્ઞાનની પર્યાયનાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષકારક પર્યાય પોતે જ છે; પરન્નેય તો નહિ, પણ દ્રવ્ય-ગુણેય નહિ. અંદર શક્તિ છે; પણ પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવલજ્ઞાન ખરેખર લોકાલોકને અડ્યા વિના, પોતાની સત્તામાં જ રહીને પોતે પોતાથી જ પોતાને (-પર્યાયને) જાણે છે કે જેમાં લોકાલોક પ્રકાશિત થાય છે. અહા!પોતાની પર્યાયને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. (ગાથા-૩૦૬, ૩૦૭, પેઈજ નં.-પ૩૩)