________________
૨૦૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] અરીસામાં સામે અગ્નિ હોય તો અગ્નિ દેખાય છે. તો શું અગ્નિ અરીસામાં ઘુસી ગઈ છે ? ના; અરીસામાં તો અરીસાની અવસ્થા છે. અરીસા ભણી હાથ લંબાવો તો કાંઇ અરીસો ઉષ્ણ થયેલો માલુમ પડતો નથી. તેવી રીતે ભગવાન આત્મા ચેતક છે, જાણનાર અરીસો છે. એમાં પુણ્ય-પાપના ભાવ દેખાય છે એ જાણનાર અરીસાની ચેતકની સ્વચ્છતા છે. પુણ્ય – પાપના ભાવ છે પણ તે ભાવ કાંઇ જ્ઞાનમાં – આત્મામાં પેઠા નથી, તેઓ એનાથી ભિન્ન જ છે. બન્ને એક કાળમાં સાથે છે એ શેયજ્ઞાયકભાવની નિકટતા છે. પણ તેથી જ્ઞાન અને રાગાદિભાવ કાંઇ એક નથી. શેય જે રાગ તે કાંઈ જ્ઞાયકરૂપ વા જ્ઞાનરૂપ થયો નથી અને જ્ઞાયક જે આત્મા તે કાંઈ ૨ાગરૂપ થયો નથી. રાગ છે માટે શાયકનું જ્ઞાન છે એમ નથી, અને રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ થઈ ગયું છે એમ નથી. બન્ને ભિન્ન જ છે. ઝીણી વાત પ્રભુ! (ગાથા-૨૯૪, પેઈજ નં.-૪૦૯ )
[ ] દીવો છે ને દીવો ? તે ઘટપટાદિને પ્રકાશવાના કાળે ખરેખર તો પોતાની પર્યાયને જ પ્રકાશે છે કે જેમાં એ ઘટપટાદિ પ્રકાશિત થાય છે. ઘટપટાદિને જો ખરેખર દીવો પ્રકાશે તો દીવો ઘટપટાદિરૂપ થઈ જાય. પણ દીવો ઘટપટાદિરૂપ થતો નથી, કે ઘટપટાદિ દીવામાં જતા નથી. ઘટપટને પ્રકાશતો દીવો શું ઘટપટરૂપે થઈ જાય છે? ના; તો શું પ્રકાશિત ઘટપટ દીવામાં જાય છે ? ના. વાસ્તવમાં તો દીવો ઘટપટાદિને પ્રકાશતો જ નથી પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ સ્વપ૨પ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, ઘટપટાદિને નહિં. દીવો ઘટપટને પ્રકાશે છે એ તો વ્યવહા૨ છે, બાકી વાસ્તવિકપણે તો દીવો પોતાનો સ્વ૫૨ને પ્રકાશવાના એક પ્રકાશસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે દીપક ઘટપટરૂપે ને ઘટપટ દીપકરૂપે કદીય થતા નથી.
તેમ, કહે છે, –આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે – રાગાદિપણાને નહિ. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે, ચેતકસ્વભાવી છે. તે રાગાદિ-પુણ્ય-પાપના ભાવોને જાણવાના કાળે ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાયને જ જાણે છે કે જેમાં એ પુણ્ય – પાપના ભાવ જણાઈ રહ્યા છે. પુણ્ય –પાપ આદિ ભાવોને જો ખરેખર આત્મા જાણે (– સ્પર્શે ) તો આત્મા પુણ્ય પાપ આદિરૂપ થઈ જાય. પણ આત્મા કદીય પુણ્ય – પાપ આદિ ભાવરૂપ થતો નથી. આહા ! પુણ્ય-પાપ આદિ ભાવોને જાણતાં શું જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવરૂપ થાય છે ? ના વાસ્તવમાં તો જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણતું ( સ્પર્શતું નથી ) પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ જાણવાના સ્વપ૨પ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, રાગાદિપણાને નહિ. જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણે છે એ તો વ્યવહા૨ છે, બાકી વાસ્તવિકપણે તો જ્ઞાન પોતાના દ્વૈતરૂપ સ્વપરને પ્રકાશવાના એક જ્ઞાનસ્વભાવને - ચેતકસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવોરૂપે ને પુણ્ય-પાપ આદિ ભાવો જ્ઞાનરૂપે કદીય થતા નથી. આહા ! જાણવાના કાળે જ્ઞાનમાં પુણ્ય – પાપ આદિ – બંધ આવતો નથી અર્થાત્ રાગાદિબંધ જ્ઞાનરૂપ થઈ જતો નથી, વળી રાગાદિ – બંધ છે તો જ્ઞાનનો પ્રકાશ થયો છે એમ પણ નથી. જ્ઞાનનો