________________
૨૦૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ - પ્રવચન ૨નોકર ભાગ-૭ [] ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી વસ્તુ પોતે જ છો. ભાઈ ! તું અંતર્દષ્ટિ કરી પોતાના
સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થા. એમ કરતાં તેને પોતાના “જ્ઞ સ્વભાવનો સર્વજ્ઞસ્વભાવનો અકર્તાસ્વભાવનો નિર્ણય થશે અને ત્યારે-અહો! હું તો જ્ઞાતાદેષ્ટા છું, કોઈ પણ રાગની ક્રિયાનો (અને જડની ક્રિયાનો) હું કર્તા નથી એમ યથાર્થ પ્રતિભાસશે. શું કહ્યું? સમકિતીને વ્યવહાર-રાગ હોય છે ખરો પણ તેનો હું કર્તા નથી એવી તેની દૃષ્ટિ થઈ જાય છે. અહો ! કોઈ અચિંત્ય મહિમા છે એ સમ્યક દૃષ્ટિનો!
(ગાથા-૨૦૦, પેઈજ નં. ૧૦૫, ૧૦૬) [ ] વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે તે કાળે વ્યવહાર છે એમ
જાણેલો પ્રયોજનવાન છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે જણાય જાય છે. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા, પણ એ તો અસબૂત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ જાણે છે.
(પેઈજ નં-૧૧૭) [ ] જ્ઞાનની વર્તમાન જે વ્યક્ત અવસ્થા છે તે અવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે તેમાં આખું
દ્રવ્ય શેય તરીકે જણાય જ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ આખો જ્ઞાયક જણાય છે પણ તેની દૃષ્ટિ જ્ઞાયક ઉપર નથી, તેની દૃષ્ટિ બહાર છે તેથી તે બીજો અધ્યવસાય કરે છે કેહું રાગ છું, અલ્પજ્ઞ છું, પર્યાયમય છું.
(પેઈજ નં-૧૯૨)
પ્રમાણજ્ઞાન પણ સમ્યફ એકાન્તની અપેક્ષા રાખે છે–તે કઈ રીતે? દ્રવ્ય ને ૬ પર્યાય બન્નેને અનેકાન્તથી જાણીને અભેદ વસ્તુની મુખ્યતા તરફ ઢળીને સમ્યક એકાન્ત કરે તો જ પ્રમાણજ્ઞાન થાય છે. એટલે અનેકાન્ત પણ સમ્યક એકાન્તની અપેક્ષા રાખે છે.
સમ્યક એકાન્ત એટલે શું? અભેદ તરફ વળ્યો ત્યારે જ સમ્યક એકાન્ત થયું. દ્રવ્ય-પર્યાય બન્નેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને અભેદ કરે- તો પ્રમાણજ્ઞાન થાય. અભેદની મુખ્યતા હોવા છતાં તેમાં વળેલી પર્યાય પણ છે તો ખરી, એટલે અભેદની મુખ્યતા અપેક્ષાએ તો સમ્યકએકાન્ત છે, ને દ્રવ્ય તરફ ઢળેલી પર્યાય પણ છે- તેથી દ્રવ્ય-પર્યાય બન્ને અપેક્ષા એ અનેકાન્ત પણ છે.
(કાર્તિકેયાનુપ્રેક્ષા-પ્રવચન ભાગ-૧, પેઈજ નં-૩૮૨)