________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૦૩ પ્રવચન રત્નાકર ભાગ-૬ [] સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. ભગવાન આત્મા રાગમાં
રોકાવાથી પોતાને જાણતો નથી; અહા ! સર્વ શેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વ શેયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને પારને જાણવું એ વ્યવહાર છે. સર્વને એટલે સ્વ અને પરને (એકલા પરને એમ નહીં) જાણનાર-દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહીં જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનરૂપ છે.
(પેઈજ નં-૧૬૧) [ઉ] પરને સર્વને જાણતો નથી એમ નહીં પણ પોતાનું જે સ્વ-પરને જાણવા-દેખવારૂપ
સંપૂર્ણ સ્વરૂપ તેને જાણતો નથી એમ કહે છે. સ્વ-પરને સર્વને જાણવા-દેખવાનો જેનો સ્વભાવ છે તે જાણનારો જાણનારને પોતાને જાણતો નથી; અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે.
(પેઈજ નં-૧૬૩) (પરશેયને સ્વય માનવું તે જ મિથ્યાત્વ છે.) [ ૯ ] અહા! અબંધસ્વરૂપ સર્વજ્ઞાની-સર્વદર્શી એવો પોતે પોતાને જાણતો નથી, કેમકે એ કર્મ
અને રાગને જાણવામાં રોકાઈ ગયો છે. બીજી રીતે કહીએ તો રાગ જે પરશેય છે તે જાણે પોતાનું શેય હોય, અશેયરૂપ હોય તેમ રાગ છે તે હું છું એમ માની બેઠો છે. તેથી પોતાનું ત્રિકાળી જ્ઞાન-દર્શનમય અબંધ તત્ત્વ એની દૃષ્ટિમાં આવતું નથી. આ જ એનો મિથ્યાત્વનો મહા અપરાધ છે.
(ભાગ-૬, પેઈજ નં-૧૬૪ ) [ ] જ્ઞાનીને ભલે મતિ-શ્રુતજ્ઞાન હોય, પણ એક સમયમાં લોકાલોકને ( પરોક્ષ) જાણવાની
તાકાતવાળી પર્યાય તેને પ્રગટ થઈ છે. જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. તેને પોતાનું જાણવાપણું અને જે રાગ થાય તેનું જાણવાપણું પોતામાં છે
(પેઈજ નં-૨૩૯) [ ] સ્વજોયાકારે જે જ્ઞાન થાય તે જ્ઞાનને જ અહીં જ્ઞાન કહ્યું છે. અસ્થિરતાથી પછી પર
તરફ લક્ષ જાય છે ત્યારે રાગાદિ સહિત પરશેયનું શેયાકાર પરિણમન થાય છે. પરને શેય બનાવીને જે શેયનું જ્ઞાન થયું તે પોતાનું જ્ઞાન છે પણ તે રાગાદિ સહિત છે. તેથી તો સ્વયમાં એકાગ્ર થઈને તેને જ જાણવું દેખવું અને આચરવું એમ કહ્યું છે.