________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૦૭ તો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. જે નિરંતર પ્રકાશે છે. આહા! આવું વસ્તુનું સ્વરૂપ જાણી તેને અંતર- અનુભવમાં લેવું તે સમકિતનું કારણ થાય છે.
(ગાથા-૨૯૪, પેઈજ નં.-૪૦૯-૪૧૦) [ હું ] “પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે.”
શું કીધું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્યવિશેષપણે પ્રતિભાસે છે. એટલે શું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય (અભેદપણે ) દેખાય છે અને વિશેષ (ભેદપણે) જણાય છે. સમજાણું કાંઈ...? અહીં એમ કહે છે કે આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ-ગુણ છે. એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું ને વિશેષ જાણવાપણું થાય છે. આહાહા...! જેટલી ચીજો સામે હોય તેનું ચેતનામાં સામાન્ય અને વિશેષપણે દેખવા-જાણવાપણું થાય છે.
(ગાથા-૨૯૮, ૨૯૯ પેઈજ નં.-૪૨૦) [ રે ] જોયું ? સર્વ વસ્તુઓ એટલે બધા આત્મા ને જડ દ્રવ્યો, દ્રવ્ય તરીકે વસ્તુપણે સામાન્ય
છે અને ગુણપર્યાયપણે વિશેષ છે. આ રીતે પ્રત્યેક વસ્તુનો સામાન્ય-વિશેષ સ્વભાવ છે. તે સમસ્ત વસ્તુઓનો જ્ઞાનદર્શનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આ પ્રમાણે આત્મામાં ચેતના સ્વભાવ સામાન્યપણે દર્શન અને વિશેષપણે જ્ઞાન એમ બે રૂપે છે. આહા ! સમસ્ત વસ્તુઓને પ્રતિભાસનારાં દર્શન અને જ્ઞાન એ ચૈતન્યમય આત્માનો સ્વભાવ છે, માટે ચેતના તેમને ઉલ્લંઘતી નથી.
હવે કહે છે: “જો ચેતના દર્શન-શાનને ઉલ્લંઘે તો સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત ચેતનાનો અભાવ થાય.) .”
શું કીધું? કે જો ચેતનામાં સામાન્ય ને વિશેષરૂપ પ્રતિભાસવાની શક્તિ જ ન હોય અર્થાત્ દેખવા-જાણવારૂપ શક્તિ જ ન હોય તો ચેતનાનો અભાવ થઈ જાય. તેના અભાવમાં બે દોષ આવે૧. “પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા ૨. વ્યાપકના (-ચેતનાના) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય.”
(ગાથા-૨૯૮, ૨૯૯, પેઈજ નં.-૪૫૧) [ ] જુઓ, ભગવાને જોયાં છે એ બધાં દ્રવ્યો જગતમાં જાતિ અપેક્ષાએ છ છે, અને સંખ્યા
અપેક્ષાએ જીવ-આત્મા અનંત, પરમાણુ અનંતાનંત, ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ છે. એ બધા પદાર્થ પ્રત્યેક સામાન્ય વિશેષરૂપ છે. તે બધાય પદાર્થ દ્રવ્યપણે એકરૂપ સામાન્ય છે ને ગુણ-પર્યાયથી વિશેષરૂપ છે. સામાન્ય વિશેષરૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેથી તેને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય વિશેષરૂપ છે; સામાન્યપ્રતિભાસરૂપ દર્શન અને વિશેષ પ્રતિભાસરૂપ જ્ઞાન છે. જુઓ, આ ન્યાયથી લોજીકથી વાત છે.
(ગાથા-૨૯૮, ૨૯૯, પેઈજ નં.-૪૫૪)