________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૦૫ - પ્રવચન રત્નાકર ભાગ-૮ [ રે ] જેમ પરનો નિર્ણય (પ્રકાશ) કરતાં એ બધું પ૨ પ્રત્યક્ષ થાય છે તેમ જ્યારે સ્વનો
નિર્ણય (-પ્રકાશ) કરે છે ત્યારે સ્વ પ્રત્યક્ષ થાય છે; કેમકે પ્રકાશ નામનો એનામાં ગુણ છે. એ એકાંતે પરને પ્રકાશે છે એ તો એકાંત થઈ ગયું; એનો ગુણ તો સ્વ-પરપ્રકાશક છે. ખરેખર સ્વ પ્રત્યક્ષ થાય એવો એનો ગુણ છે અને એ ગુણમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય સહેજે ખીલી જાય છે. આવી વાત છે. (ગાથા-૨૬૭, પેઈજ નં૧૬૪)
(જ્ઞાનનું અદ્ભુત સામર્થ્ય). [ 0 ] હવે વિશેષ વાતઃ કે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પરને પ્રકાશવાનું પ્રત્યક્ષ કરવાનું
સામર્થ્ય છે તો તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? કરે. જો એમ છે તો પછી તે જ્ઞાનની પર્યાય ભવિષ્યની પર્યાયને પણ અત્યારે (વર્તમાનમાં) કેમ ન જાણે? વર્તમાન જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે તો પોતાની અનંત ભવિષ્યની પર્યાયને પણ કેમ ન જાણે? શું કીધું? કે જ્ઞાનમાં પરને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષ નક્કી થાય છે તો એનામાં અને જાણવાનું પણ સામર્થ્ય નક્કી થાય છે. અને તો પછી એ શ્રુતજ્ઞાનની પર્યાય ભવિષ્યને પણ વર્તમાનમાં જાણે છે એમ કેમ નક્કી ન થાય? ન્યાય સમજાય છે કાંઈ? આહાહા...! કેવળજ્ઞાની પ્રત્યક્ષ જાણે છે અને શ્રુતજ્ઞાની પરોક્ષ જાણે છે. શ્રુતજ્ઞાની, ભવિષ્યની જે શ્રુતજ્ઞાનની થશે તે, ને કેવળજ્ઞાનની થશે તે-તે બધીય અનંતી પર્યાયને (પરોક્ષ ) જાણે છે. આહા! ભગવાન !તારું કોઈ ગજબ અદ્ભુત સામર્થ્ય છે! પ્રભુ! તું મહાન છો પણ તને તારા મહિમાની ખબર નથી.
(ગાથા-૨૬૭, પેઈજ નં.-૧૬૪, ૧૬૫) [ ] અહીં કહે છે – જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગાદિ એવું દેખાતું નથી. તેઓ સદાયચૈતન્ય
ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. આહા! બંધલક્ષણવાળા પુણ્ય – પાપના ભાવો ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મામાં જાણવામાં આવે છે, પણ પોતાનાથી પૃથક્ છે એમ જાણવામાં આવે છે, તેઓ આત્મા છે એમ પ્રતિભાસતા નથી, પણ ભિન્ન પ્રતિભાસે છે.
વળી, જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણકે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે.”
(ગાથા-૨૯૪, પેઈજ નં.-૪૦૦-૪૦૮) [ ] જુઓ, અરીસામાં જે મોટું દેખાય છે તે અને સામે ઊભેલા પુરુષનું મોટું છે તે બન્ને
ભિન્ન છે. બહાર ઊભેલા પુરુષનું મોટું કાંઇ અરીસામાં ગયું નથી. અરીસામાં જે દેખાય છે તે તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. તેવી રીતે ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં પુણ્ય – પાપના ભાવ જણાય છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે. જ્ઞાનમાં કાંઇ પુણ્ય-પાપના ભાવ ઘુસી ગયા નથી. જાણવાલાયક રાગ ને જાણનાર જ્ઞાન અને ભિન્ન જ છે.
(ગાથા-૨૯૪, પેઈજ નં.-૪૦૯)