________________
૨૦૯
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પ્રવચન રત્નાકર ભાગ-૯ (જ્ઞાનના અપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં દેષ્ટિફેર ફેર) [ ] પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ વાત
આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં કરી છે. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક પણાનો સ્વભાવ છે. તેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમ પારિણામિકભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ તેની નજર એના ઉપર નથી. દૃષ્ટિનો ફેર છે બાપા ! ધ્રુવની દૃષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી.
(ગાથા-૩૨૦, પેઈજ નં.- ૧૬૨) [ ] જુઓ, ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા એમ કહેવું એ પણ વ્યવહાર
છે. કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય એમ કહેવું તે વ્યવહાર છે, કેમકે જ્ઞાનની પર્યાયને જાણતાં તેમાં લોકાલોક જણાય જાય છે, તેને જોવા જવું પડતું નથી; વા કેવળજ્ઞાન તેમાં (લોકાલોકમાં) તન્મય થઈ જાણતું નથી.
(ગાથા-૩૨૦, પેઈજ નં.-૧૬૪) [ ] અહા! અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે. વળી
અનંતગુણથી ભરેલો છતાં ગુણભેદ વિનાનો અખંડ એક છે; ખંડરૂપ નથી, ભેદરૂપ નથી; પર્યાયભેદથી ભેદાતો નથી તેવો અભેદ એક છે. વળી સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષપ્રતિભાસમય છે. શ્રોતા -કોઈને થાય કે તે જણાતો તો નથી? ઉત્તર- બાપુ! તું રાગમાં ને નિમિત્તમાં એને શોધે તો તે કેમ જણાય? એ તો જ્યાં છે ત્યાં અંતર્મુખ થઈ જુએ તો અવશ્ય જણાય એવો તે પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. જ્ઞાનને તેમાં એકાગ્ર કરીને જોનારને તે અવશ્ય જણાય એવો છે. અહા ! અંતર્મુખ ઉપયોગમાં નિજ સ્વસંવેદનજ્ઞાનમાં તે જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. ભલે મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન, સમ્યજ્ઞાનની એક સમયની પર્યાયમાં આખો આત્મા એક અખંડપણે જણાઈ જાય એવું જ એનું સ્વરૂપ છે. ન જણાય એ વાત જ ક્યાં છે? ભાઈ ! તું બહારમાં ફાંફાં મારે ને તે ન જણાય એમાં અમે શું કરીએ?
(ગાથા-૩૨૦, પેઈજ નં.- ૧૭૩) [ ] પર-શરીર, મન, વાણી, સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિને પોતાનું માને
એ તો મૂઢ જ છે, પણ એક સમયની પર્યાય જ હું આખો આત્મા છું એમ એકાંતે માને એય મૂઢ છે, મિથ્યાષ્ટિ છે; કારણકે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, પર્યાયવાન જે ચિચમત્કાર આત્મા છે તે તો નિત્ય શાશ્વત જ અંતરંગમાં પ્રતિભાસે છે. આહાહા..! વસ્તુ તો અંદર નિત્ય જ પ્રકાશી રહી છે. (ગાથા-૩૪૫ થી ૩૪૮, પેઈજ નં.-૨૯૧)