________________
૨૦૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ એટલે વિરોધ કરે પણ તેથી શું કરીએ? અહીં તો કોઈ સાથે વિરોધ છે જ નહીં. પ્રભુ! ભગવાન આત્મા કેવો છે અને તે કેમ પ્રાપ્ત થાય તેની તને ખબર નથી. ભગવાન આત્મા અનાદિઅનંત, કેવળ એક, નિરાકુળ, અખંડ પ્રતિભાસમય, વિજ્ઞાનઘનસ્વરૂપ પરમાત્મ-દ્રવ્ય છે. અને તે વિકલ્પ રહિત નિર્વિકલ્પદશાથી પ્રાપ્ત થાય છે, વ્યવહારના વિકલ્પથી પ્રાપ્ત થતો નથી. આહાહા..! સ્વરૂપમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે એમાં પરિપૂર્ણ પરમાત્મરૂપ સમયસારનો પ્રતિભાસ થાય છે અને તે જ સમયે આત્મા આવો પરિપૂર્ણ છે એવું શ્રદ્ધાને પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ જૈનદર્શન છે.
ઇન્દ્રો અને ગણધરોની સભામાં ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ જે વાત કહે છે તે વાત અહીં આચાર્યદેવ કહે છે. કહે છે-કેવળ એક, અનંત વિજ્ઞાનઘનરૂપ પરમાત્મા જે વખતે જ્ઞાનની દશામાં પ્રતિભાસે છે તે જ સમયે આવો જ આત્મા છે એમ શ્રદ્ધાય છે. આવું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. બાકી શાસ્ત્ર દ્વારા કે નયના વિકલ્પ દ્વારા આત્મા સમ્યક પ્રકારે દેખવામાં આવતો નથી. બાર અંગનો સરવાળો આ છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૬૦) [ ] ભગવાને જેવો એક, અખંડ, અનંત વિજ્ઞાનઘન સ્વરૂપ આત્મા કહ્યો એવા આત્માનો
નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તે કાળમાં આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે. સ્વદ્રવ્યમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ દ્રવ્યનો પ્રતિભાસ જે સમયે થાય છે તે જ સમયે એ પૂર્ણ વસ્તુનું શ્રદ્ધાન પ્રગટ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૬૦) (અખંડનો પ્રતિભાસ તે સમ્યજ્ઞાન) [ ઉો ] અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનશાનમાં જેવો પૂર્ણ સ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે.
જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૬૧-૩૬૨)
(આસ્વાધમાન નિર્વિકલ્પજ્ઞાન) [ઉ] વસ્તુ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. તે નિર્વિકલ્પ જ્ઞાનના પ્રકાશ દ્વારા પ્રકાશે
છે અને તે વડે જ તે આસ્વાદ્યમાન છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા આનંદનું વેદના થાય છે. એ વેદનમાં આત્મા પૂર્ણ પ્રતિભાસે અર્થાત્ જણાય એવો છે. નયપક્ષનો જે વિકલ્પ છે એ તો દુઃખ છે, અંધકાર છે. એનાથી ( વિકલ્પથી) આત્મા જણાય એવો નથી.
(ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૬૪)