________________
૨OO
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] “કારણકે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ
કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત કર્તુત્વને
છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે.” (ગાથા-૯૭, પેઈજ નં. ૬૯) [૯ ] “આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત
(એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન–અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદ-જ્ઞાનની શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પર અને પોતાને એકપણે જાણે છે; તેથી “હું ક્રોધ છું” ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે, અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ) થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.”
(ગાથા-૯૭, પેઈજ નં. ૭૦) (રાગનો અત્યંત અકર્તા પ્રતિભાસે છે) [ઉ] પંચાસ્તિકાયમ (ગાથા ૧૩૬માં) એમ કહ્યું છે કે અસ્થાનનો તીવ્ર રાગવર છોડવા
માટે જ્ઞાનીને શુભરાગ આવે છે. જ્ઞાનીને કોઈ અશુભ રાગ પણ આવે પણ જ્ઞાની તેને જાણે જ છે, રાગ મારો છે એમ માનતો નથી. અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. પર્યાયની અહીં વાત છે. દ્રવ્ય તો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છે જ. આહાહા...! આવા દ્રવ્યની દૃષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દષ્ટિ રાગનો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૭, પેઈજ નં. ૮૧) [ ] અહીં આત્મા હસ્તાદિની ક્રિયા કરી શકે છે એમ વાત નથી. આ તો અજ્ઞાની શું માને છે
એ વાત સમજાવે છે. પોતાના વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ કર્મને પોતે કરે છે એવું અજ્ઞાની માને છે તે મૂઢ જીવ છે. વસ્ત્ર બનાવી શકું છું, ઘડો બનાવી શકું છું એવું વ્યવહારી જીવો ભ્રાન્તિથી માને છે. આત્મા પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરે છે એવું અજ્ઞાનીઓને વ્યવહારીઓને પ્રતિભાસે છે.
(ગાથા-૯૮, પેઈજ નં. ૧૦૨) (પરદ્રવ્યનો અકર્તા પ્રતિભાસે છે.) [ ] અહીં કહે છે- ‘દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય
હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી. 'જુઓ, કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. વા પરદ્રવ્યરૂપ થઈ જતું નથી. અને દ્રવ્યાંતરરૂપ થયા વિના અન્ય દ્રવ્યને પરિણમાવવું અશકય છે. માટીરૂપ થયા વિના માટીને ઘડાપણે પરિણાવવી અશકય છે. માટે ઘડારૂપ કર્મમાં નહિ પ્રવેશતો એવો કુંભાર ઘડાનો કર્તા પ્રતિભાસતો નથી એમ આચાર્યદેવ કહે છે. (ગાથા-૧૦૪, પેઈજ નં. ૧૫૫)